જાણો ગુજરાતના રાજનૈતિક પાટનગર અને આર્થિક પાટનગરને

અમદાવાદ | Jul 05, 2019, 14:18 IST

ગુજરાતની રાજનૈતિક ગતિવિધિઓની કેન્દ્ર સ્થાન એટલે ગાંધીનગર અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર સ્થાન એટલે અમદાવાદ. ચાલો જાણીએ આ બે શહેરો વિશે.

જાણો ગુજરાતના રાજનૈતિક પાટનગર અને આર્થિક પાટનગરને
જાણો ગુજરાતના રાજનૈતિક પાટનગર અને આર્થિક પાટનગરને

ગરવું છે ગાંધીનગર
ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી વસાવેલું આયોજન બદ્ધ શહેર. શિસ્તમાં માનતા આ શહેરમાં તમને કેટલાક વિસ્તારોમાં તો રાત્રે 10 વાગ્યા પછી ચકલું પણ ફરકતું ન જોવા મળે. રાજ્યની તમામ રાજનૈતિક ગતિવિધિઓનો કેન્દ્ર એટલે ગાંધીનગર. અને હોય પણ કેમ નહીં? અહીં થી જ તો ચાલે છે રાજ્યનો વહીવટ.

GANDHINAGAR

ગાંધીનગરની સ્થાપના 2 ઑગસ્ટ 1965ના દિવસે થઈ હતી અને 1971માં તે ગુજરાતની રાજધાની બન્યું.  ગાંધીનગરની રચનાનું આયોજન એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું. અહીં જ સચિવાલય, મંત્રીઓ અને નેતાઓના નિવાસસ્થાન આવેલા છે.

આવું છે અમદાવાદ
અમદાવાદ એક જીવંત શહેર છે. એક સમયનું ભારતનું માન્ચેસ્ટર છે. તેથી જ મિસ્કીન કહે છે કે, "આ શહેર આળસુ નથી . તેમાં બીજા પાસેથી કામ કઢાવવાની આવડત છે ."  મિલ થી લઈને મોલ સુધીનું અમદાવાદ છે . એક માણેકચોક છે જ્યાં સોની ધંધો કરે છે, રાત્રે નાસ્તાના ખુમચાવાળા .એજ માણેકચોકના નામ પરથી ખુલ્યું છે માણેકચોક રેસ્ટોરાં. એવું અમદાવાદ છે. અમદાવાદની ઓળખ છે એની પોળો, એના રિક્ષાવાળાઓ, નાસ્તાના ખુમચાવાળાઓ .અમદાવાદમાં 600 પોળો છે .અહીં રિક્ષાવાળાઓ પગથી જ સાઇડ બતાવે છે, વાંક ભલે એનો હોય છતાં તમને જ સંભળાવે છે. માન્ચેસ્ટરથી મેગાસિટી થયું છે અમદાવાદ. ટ્રામ થી લઇને BRTS  સુધી પહોંચ્યું છે અમદાવાદ.

AHMEDABAD

અહીંના સ્ટેડીયમમાં ક્રિકેટ નહીં ગરબા રમાય છે. નાની અમથી પોળોમાં પણ ક્રિકેટ રમાય છે. છતાં એજ અમદાવાદે ભારતને પાર્થિવ અને સ્મિત જેવા ક્રિકેટરો આપ્યા છે. સીદી  સૈયદની જાળી  વિનાનો અમદાવાદનો ઉલ્લેખ અધુરો ગણાય. અમદાવાદના સૈયદ નામના સીદી  એ એક જ આખા રેતાળ પથ્થરમાંથી જાળીની કોતરણી કરેલી છે . રીલીફ રોડ એ આ શહેરનો પહેલો મોટો રોડ  હતો . જે શહેરને રીલીફ આપવા માટે બનાવાયો હતો. જ્યાં પચાસ રૂપિયાની ઘડીયાળથી લઈને પચાસ હજારનો મોબાઈલ ફોન પણ મળે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ કરવા માટે આ જગ્યાઓ છે બેસ્ટ

અહમદશાહના આ નગરમાં શાહજહાં અને બેગમ મુમતાઝ પણ મહેમાન બની ચુક્યા છે. તો ભગવાન સ્વામી નારાયણ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ નિવાસ કરી ચુક્યા છે .આ શહેરની ગઇકાલ સોનેરી હતી ને આવતી કાલ ચમકતી. અહીં ભદ્રકાળી માતાનું મંદિર પણ છે અને ચાલતા પીરની દરગાહ પણ. પૂર્વના અમદાવાદીઓ પશ્ચિમમાં નોકરી કરવા જાય છે અને પશ્ચિમના અમદાવાદીઓ પૂર્વમાં નાસ્તા કરવા જાય છે. આમ અમદાવાદ જોડાયેલું છે. અહીં સૌથી મોટું પાથરણાં બજાર છે. જ્યાં હિમાલયની ઔષધિ પણ વેચાય છે અને ચીનાઈની માટીના કપ રકાબી પણ. સાબરમતીના સંતની આ ભુમિ છે. અહીં દિવસે ચાની કીટલી અને સાંજે પાણીપુરી ની લારીઓ કદી  ખાલી જોવા મળતી નથી. આવું છે અમદાવાદ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK