રાજ્યની સરકારી પ્રાથમીક શાળાના 81% વિદ્યાર્થીઓ ગુજરાતી નથી બોલી શકતા

08 July, 2019 09:45 PM IST  |  Ahmedabad

રાજ્યની સરકારી પ્રાથમીક શાળાના 81% વિદ્યાર્થીઓ ગુજરાતી નથી બોલી શકતા

Ahmedabad : ગુજરાતમાં સરકારી શાળાઓનું સ્તર કેટલી હદે નીચુ ગયું છે તેનો એક જીવતોજાગતો પુરાવા સામે આવ્યો છે. રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયન પ્રમાણે, સરકારી શાળાઓના ધોરણ ૩-૮ના ૮૧.૪૭% વદ્યાર્થીઓ ગુજરાતી કડકડાટ વાંચી કે લખી નથી શકતા. ગુજરાતીનું અધૂરું જ્ઞાન ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં આડે આવે છે તેવો રિપોર્ટ ઉલ્લેખ છે. એપ્રિલ ૨૦૧૯માં આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો. જેમાં ધોરણ ૩-૮ના સરકારી શાળાઓના ૪૩ લાખ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા.

નવેમ્બર ૨૦૧૮માં હાથ ધરાયેલા અધ્યયનની સરખામણીમાં એપ્રિલ ૨૦૧૯ના સ્ટડીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ૨૦૧૮માં ૮૬.૫૧% વિદ્યાર્થીઓ ગુજરાતી બરાબર લખી કે વાંચી ન હોતા શકતા. ગુજરાત સરકાર ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોને ઘણા વર્ષોથી પ્રોત્સાહન આપી રહી છે પરંતુ સ્ટડીમાં બહાર આવેલા સરકારી શાળાના આંકડા નિરાશાજનક છે. નવેમ્બર ૨૦૧૮ના રિપોર્ટ પછી સરકારે મિશન વિદ્યા પ્રોજેકટ સરકારી શાળાઓમાં શરૂ કર્યો હતો. સ્ટડીમાં સામે આવ્યું હતું કે
, નવેમ્બર ૨૦૧૮માં ધોરણ ૬થી૮ના ૯૩.૭૩ ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં ૫૦ ટકાથી પણ ઓછા માકર્સ મેળવ્યા હતા. જો કે, હાલ આ વિષયમાં નોંધપાત્ર સુધારો થયો છે. એપ્રિલ ૨૦૧૯ના સ્ટડી પ્રમાણે, ૮૧.૩૫% ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં ૫૦% ઓછા ગુણ મેળવ્યા.

આ પણ જુઓ : Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા

સરકારી શાળાની શિક્ષણ પદ્ઘતિમાં ઘણા ગંભીર પ્રશ્નો છે
આ જ રીતે નવેમ્બર ૨૦૧૮માં સામાજિક વિજ્ઞાનમાં ૭૫.૫૬ ટકા વિદ્યાર્થીઓએ ૫૦ ટકાથી ઓછા માર્ક મેળવ્યા તેમની સંખ્યા એપ્રિલ ૨૦૧૯માં ઘટીને ૬૭.૫૧% થઈ. આ સ્ટડી સાથે સંકળાયેલા અને મિશન વિદ્યા પ્રોગ્રામને અમલમાં મૂકવામાં યોગદાન આપનારા રાજય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સ્વીકાર્યું કે
, સરકારી શાળાની શિક્ષણ પદ્ઘતિમાં ઘણા ગંભીર પ્રશ્નો છે. તેમણે કહ્યું, ગુજરાતી માતૃભાષા હોવા છતાં સરકારી શાળાઓના ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓ આ વિષયમાં નબળા છે. જેની અસર બીજા વિષયોના માકર્સમાં પણ દેખાય છે.

આ પણ જુઓ : મુંબઈના વરસાદમાં ભજિયાની સાથે સાથે માણો મજેદાર મીમ્સને

મિશન વિદ્યા પ્રોગ્રામ હેઠળ નબળા વિદ્યાર્થીઓને સરકારે અલગ તારવ્યા
મિશન વિદ્યા પ્રોગ્રામ અંતર્ગત નવેમ્બર ૨૦૧૮માં સાયન્ટિફિક મેથડથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થયું હતું. નબળા વિદ્યાર્થીઓના જૂથને સરકારે અલગ તારવ્યું છે અને તેમનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આગામી મહિનાઓમાં ગુજરાતી બરાબર લખી વાંચી શકતા ન હોય તેવા વિદ્યાર્થીઓ ૫૦ ટકાથી પણ ઓછા હોય તેવી આશા છે.

gujarat ahmedabad