કોણ છે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી? જેમણે રાહુલ ગાંધીને અપાવી સજા, જાણો

23 March, 2023 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. પરંતુ તમને ખબર છે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) કોણ છે? જેણે રાહુલ ગાંધીને સજા અપાવી..

પૂર્ણેશ મોદી અને રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Congress Leader Rahul Gandhi)નું એક નિવેદન તેના માટે સમસ્યાઓનું કારણ બની ગયું છે. વર્ષ 2019માં રાહુલ કર્ણાટકની એક રેલીમાં ભાષણ આપી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે `બધા ચોરોનું નામ મોદી કેમ હોય છે?`

હવે આ મામલે ગુરુવારે અદાલતે રાહુલ ગાંધીને ગૂનેગાર ઠેરવતા બે વર્ષની સજા ફટકારી છે. જોકે, તેમને તુરંત જામીન પણ મળી ગયા. મોદી સરનેમ પર ટિપપ્ણી કરવા બદલ સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદી (Surat MLA Purnesh Modi)એ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આપણે જાણીએ કે પૂર્ણેશ મોદી છે કોણ?

નામ: પૂર્ણેશ મોદી
જન્મ તારીખ: 22 ઓક્ટોબર 1965
જન્મ સ્થળ: સુરત
વૈવાહિક સ્થિતિ: પરિણીત
પત્નીનું નામ: શ્રીમતી બીનાબહેન
રાજ્યનું નામ: ગુજરાત
શિક્ષા: સ્નાતક, બી.કૉમ, એલ.એલ.બી
પાર્ટીનું નામ: ભારતીય જનતા પાર્ટી

આ પણ વાંચો: સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી, પણ નેતા નહીં જાય જેલ, શા માટે?

પૂર્ણેશ મોદી સુરતના અડાજણ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. તે પહેલી વાર ગુજરાતની તેરમી વિધાનસભા(2013-17)ની પેટાચૂંટણીમાં જીત મેળવી સદન સુધી પહોંચ્યા હતા. વાસ્તવમાં વર્ષ 2013માં ત્યાંના તત્કાલિન ધારાશ્ય કિશોર ભાઈનું બિમારીને કારણ અવસાન થયું હતું. ત્યાપે જયારે ચૂંટણી થઈ તે ભાજપે પૂર્ણેશ મોદીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા અને તેમણે જીત હાંસિલ કરી. 

ત્યારબાદ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી યોજાય ત્યારે પણ પૂર્ણેશ મોદી જ ભાજપના ઉમેદવાર હતાં. અને ફરી વાર તેમણે આ ચૂંટણી જીતી મુજબત સ્થાન મેળવ્યું. પશ્ચિમ વિધાનસબા ક્ષેત્ર મૂલત: સુરતીઓ માટે પ્રભાવશાળી સીટ માનવામાં આવે છે. 

આ પણ વાંચો: પાવાગઢના મહાકાળી માના મંદિરમાં પહેલી વાર ભાવિકો કરશે પાદુકા પૂજન

પૂર્ણેશ મોદીએ સદનમાં ગુજરાત સરકારની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સમિતિના સભ્યના રૂપમાં 12 ઓગસ્ટ 2016થી 25 ડિસેમ્બર 2017 સુધીની સંસદીય સચિવની ભૂમિકા તરીકે કામ કર્યુ. 

2017ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને 1 લાખ 11 હજાર 615 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈકબાલ દાઉદ પટેલને માત્ર 33 હજાર 733 વોટ મળ્યા હતા.
રાહુલના કર્ણાટક અંગેના નિવેદન અંગે ગુજરાતની સુરત સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.રાહુલના આ નિવેદનને સમગ્ર મોદી સમુદાયનું અપમાન ગણાવતા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો.

gujarat news gujarat surat bharatiya janata party rahul gandhi