બ્રેસ્ટફીડ વખતે પ્રેગ્નન્સી ન રહે એવું વાઇફ કહે છે, શું એ સાચું છે?

09 January, 2023 05:26 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બાળકને બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે શરીરમાં પ્રોલૅક્ટિન હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે અને હમણાં જ મારી વાઇફે નૉર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યો છે. અમને ફર્ટિલિટી રિલેટેડ ઇશ્યુઝ ક્યારેય આવ્યા જ નથી. ફૅમિલી પ્લાનિંગ માટે તે હંમેશાં ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ લેતી અને એ પછી જ્યારે અમે બાળક વિશે નક્કી કર્યું ત્યારે ગોળીઓ છોડતાં ત્રીજા જ મહિને પ્રેગ્નન્સી રહી ગઈ. બીજી ફીમેલને ડિલિવરી પછી ડિપ્રેશન દેખાતું હોય છે, પણ મારી વાઇફને એવો પણ કોઈ પ્રૉબ્લેમ જોવા મળ્યો નથી. હવે તે ઑલરેડી ઘરે છે અને તેને આવેલા સ્ટિચીઝ પણ રુઝાઈ ગયા છે એટલે અમે ફરીથી ફિઝિકલ રિલેશન શરૂ કર્યું છે. મારે જાણવું એ છે કે શું હવે તે બાળકને ફીડ કરાવતી હોય ત્યારે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ ગોળી લેવાની જરૂર ખરી? વાઇફનું કહેવું છે કે બ્રેસ્ટફીડીંગ ચાલુ હોય ત્યારે પ્રેગ્નન્સી નથી રહેતી. તો શું આ સમયગાળામાં અમે કૉન્ડોમ વિના સેક્સ કરી શકીએ? તેને ઇચ્છા થાય છે, પણ પેનિટ્રેશન દરમ્યાન દુખાવો થાય છે. દુખાવો અને ચિંતાને કારણે શું કરવું એની ખબર નથી પડતી. બોરીવલી

તમારી વાઇફને પોસ્ટ-નૅટલ ડિપ્રેશન નથી આવ્યું એ ખરેખર સારી જ વાત છે, પણ એક વાત ધ્યાન રાખજો કે વાઇફને સહેજ પણ અસહજ ફીલ થતું હોય કે એકલવાયું લાગતું હોય તો એને અવૉઇડ ન કરવું. બીજું, બાળકને બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે શરીરમાં પ્રોલૅક્ટિન હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જ્યારે આ હૉર્મોનની માત્રા વધુ હોય ત્યારે પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી પડે છે. પણ એવું જરાય નથી કે બ્રેસ્ટ-ફીડિંગ દરમ્યાન પ્રેગ્નન્સી નહીં જ રહે એટલે તમે અનપ્રોટેક્ટેડ સંબંધ રાખશો તો પણ ચાલશે. હું તમને ઍડ્વાઇઝ આપીશ કે કૉન્ડોમ ઇઝ મસ્ટ. ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ બને ત્યાં સુધી ન જ લેવી જોઈએ, કેમ કે પિલ્સની અસર બાળકને મળતા દૂધ પર પણ થઈ શકે છે. 

નૉર્મલ ડિલિવરી થઈ હોય ત્યારે બાળકનું માથું લેવા માટે વજાઇના પાસે મૂકેલા કાપા પરના ટાંકા ભરાઈ ગયા છે એવું તમે કહો છો એટલે કહી શકું કે તમે સેક્સ કરી શકો છો, પણ તમે જ કહો છો કે પેનિટ્રેશન વખતે પેઇન થાય છે એ પેઇન સ્ટિચીઝનું ન હોય એ ચેક કરવું. જો રૂઝ આવી ગઈ હોય અને પછી પણ પેનિટ્રેશનમાં તકલીફ હોય તો લુબ્રિકેશન વાપરવું. કૉન્ડોમમાં પ્રોટેક્શન અને લુબ્રિકેશન બન્ને મળશે. 

columnists sex and relationships life and style health tips