આજની રેસિપી: મિલેટ મૅજિક પીત્ઝા

18 September, 2025 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો કઈ રીતે બનાવવા મિલેટ મૅજિક પીત્ઝા

મિલેટ મૅજિક પીત્ઝા

સામગ્રી : નાચણીનો લોટ ૧ વાટકી, સોયાબીનનો લોટ ૧/૪ વાટકી, ૧/૨ મિક્સ વેજિટેબલ (ગાજર, કૅપ્સિકમ, જુલિયેટ, કાંદા), પનીર ૫૦ ગ્રામ, ચીઝ ૧ કપ.

રીત : બન્ને લોટ મિક્સ કરી લેવા. એમાં થોડું મીઠું અને થોડું તેલ (મીણ) નાખીને ભાખરી જેવો થોડો કડક લોટ બાંધવો. ૧૫થી ૨૦ મિનિટ રેસ્ટ આપો. પછી આ લોટમાંથી મોટુ લોથુ લઈને ભાખરી વણી લેવી. એને કાચી-પાકી (પોડીપોડી) શેકી લેવી. ત્યાર બાદ એને નીચે ઉતારી એના પર ચિલી ગાર્લિક સૉસ લગાવીને એના પર બધાં જ શાક અને પનીર પાથરી દેવું. એને એક પૅનમાં ગરમ કરવા મૂકવું. પછી એમાં ચીઝ પાથરી દેવું અને ક્રિસ્પી થવા દેવો. તૈયાર છે ક્રિસ્પી મિલેટ પીત્ઝા.

- પ્રજ્ઞા શાહ

(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)

food news Gujarati food indian food mumbai food street food lifestyle news life and style columnists