કુક થયા પછી મૅગીમાં તમે ગ્લાસ ભરીને પાણી નાખી દો તો શું થાય?

26 July, 2022 03:16 PM IST  |  Mumbai | Rashmin Shah

‘કાલી એક પુનરાવતાર’, ‘નિશા ઔર ઉસકે કઝિન’, ‘લાલ ઇશ્ક’, ‘બેહદ’, ‘પવિત્ર ભાગ્ય’, ‘ખતરોં કે ખિલાડી, ‘અનુપમા’ જેવી સિરિયલો કરનારી અનેરી વજાણીએ આવું કર્યું હતું.

અનેરી વજાણી

જોકે અનેરીના હાથનું ભીંડાનું શાક અને પીત્ઝા ખાવા માટે તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ રીતસરનું પ્રી-બુકિંગ કરાવે છે

મને ખાવાનું પસંદ છે, ખવડાવવાનું પસંદ છે અને બનાવવાનું મારા મૂડ પર ડિપેન્ડ કરે છે. ઍક્ચ્યુઅલી એવું છેને કે મારા ઘરમાં બધા જ માસ્ટર શેફ છે. એટલે મારા માથે બનાવવાનું ક્યારેય આવતું જ નથી. જોકે જ્યારે પણ બનાવું ત્યારે મારી પોતાની એક રીત છે ફૂડ-મેકિંગની. હું કોઈની રેસિપીને ફૉલો ન કરું. મારી જાતે જ અમુક ટ્રાયલ અને એરરથી અમુક ડિશિસ મેં બનાવી છે. બીજું, હું જ્યારે પણ કુક કરું ત્યારે મને ફાઇનલ કામ માટે જ બોલાવવાની હોય એ રીતે મને બધું જ પ્રિપેર્ડ કરીને આપવું પડે. જેમ કે વેજિટેબલ્સ ચૉપ કરેલાં રેડી હોવાં જોઈએ. ફૂડ માટે મારે જે વાસણો જોઈતાં હોય એ પણ બહાર કાઢેલાં હોવાં જોઈએ. મસાલાના ડબ્બા એમ બધું જ કિચનના પ્લૅટફૉર્મ તૈયાર હોય પછી હું કુકિંગ કરું. 
તમને થશે આવા શું આવાં ટૅન્ટ્રમ્સ, પણ હકીકતમાં આ કોઈ ટૅન્ટ્રમ્સ નથી. મને કુકિંગ મૂડથી અને શોખથી કરવું છે અને એમાં સાઇડનાં કામ કરવાં મને ગમતાં નથી. મજબૂરી હોય તો કરી પણ લઉં. જોકે લકીલી એવો સમય ક્યારેય આવ્યો નથી. 

બાત મેરી ખાસિયત કી...
પીત્ઝા મારા હાથના બહુ એટલે બહુ જ સારા બને. તમને થશે પીત્ઝામાં વળી શું બનાવવાનું. ઍક્ચ્યુઅલી પીત્ઝામાં માત્ર બ્રેડ અને ટૉપિંગ નહીં પણ પીત્ઝાની ચટણી બહુ મોટો રોલ અદા કરે છે. મારા જેવો પીત્ઝાનો સૉસ કોઈ નથી બનાવતું એવું મારા ફ્રેન્ડ્સ અને ફૅમિલીવાળા ઘણી વાર કહી ચૂક્યા છે. મારા મસાલા બધા સીક્રેટ હોય છે. બીજી એક વિચિત્ર વાત તમને કહું, એક તો મને મારા હાથના જ પીત્ઝા ભાવે અને બીજું, મને પીત્ઝામાં ચીઝ જરાય ન ભાવે. લોકો મોટા ભાગે ચીઝ માટે જ પીત્ઝા ખાતા હોય છે અને હું વગર ચીઝના પીત્ઝા વિશેષ પ્રિફર કરું છું. બીજી બેસ્ટ આઇટમ મારા હાથની બને ભીંડાનું શાક. ભીંડાના શાકમાં ટમાટર નાખીને એને બનાવો અને પછી ચાખો એનો સ્વાદ. 

આહાહાહા....
એવી જ રીતે નૂડલ્સ, પાસ્તા, આલૂ કી સબ્ઝી, ફુલ્કા રોટી. ફુલ્કા રોટી એકદમ ગોળ અને પાતળી અને આખી ફૂલેલી બને. જે મને મારાં ‍દાદીએ શીખવાડેલી.

બાત અબ મેરી અપની...
મારું માનવું છે કે ફૂડ ટેસ્ટની સાથે લુકમાં પણ સારું દેખાવું જોઈએ. કંઈ પણ ખાવાનું મોઢામાં મૂકતાં પહેલાં તમે આંખોથી તેને જોતા હો છો. એટલે હું પ્રેઝન્ટેશનને ખૂબ જ મહત્ત્વ આપતી હોઉં છું. મારી મમ્મી પાસેથી પણ ઘણા કુકિંગ ફન્ડા હું શીખી છું. જેમ કે હેલ્ધી ફૂડ પણ ટેસ્ટી હોઈ શકે. ટમૅટો અને લૌકીનો સૂપ મમ્મી બનાવે છે એ ખૂબ ભાવે મને. દાલ-ચાવલ મારા ફેવરિટ છે. તમે જો-જો જુદા-જુદા ઘરની દાળનો સ્વાદ જુદો-જુદો હશે. તમે દરેકના ઘરની દાળને ખાસ ચાખજો. એમાં તમને કંઈક નાવીન્ય મળશે જ.
મારી સૌથી પહેલી મૅગીમાં બ્લન્ડર થયું હતું જેમાં મેં તેને સૂપી લુક આપવા માટે મસાલા નાખ્યા પછી મૅગી બફાઈ ગયા પછી પાણી નાખ્યું હતું. એવું જ બ્લન્ડર હમણાં લૉકડાઉનમાં 
થયું હતું. મોટા ભાગે લૉકડાઉનમાં સાંજના સમયે હું કંઈક નવું બનાવું એવી ઘરમાંથી ડિમાન્ડ હતી. એક દિવસ મેં પાંઉભાજી બનાવી. એને ટેસ્ટી બનાવવા એટલા બધા મસાલા નાખ્યા કે ભાજીનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ ગયો. કોઈએ ન ખાધી એ ભાજી બોલો. જોકે એનાથી હું એટલું તો શીખી કે મસાલાથી સ્વાદ આવે અને ઓવરલોડ કરો તો સ્વાદ બગડે પણ ખરો. 

નેવર-એવર : લાઇફની જેમ કુકિંગમાં પણ બૅલૅન્સ મહત્ત્વનું છે. તમે કોઈ ડિશ બનાવતા હો તો એમાં મસાલાનું, બાફવાનું, ગાર્નિશિંગનું એમ દરેક બાબતમાં બૅલૅન્સ રાખશો તો ડિશ સારી જ બનશે.

life and style mumbai food Gujarati food indian food columnists Rashmin Shah