મારા વૉર્ડરૉબમાં અડધાંથી વધારે કપડાં બ્લુ કલરનાં છે : માઝેલ વ્યાસ

31 May, 2023 04:30 PM IST  |  Mumbai | Rachana Joshi

આ યંગ અભિનેત્રીની વૉર્ડરૉબ ગોઠવવાની ટ્રિક્સ ખરેખર અપનાવવા જેવી છે

માઝેલ વ્યાસ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

હિન્દી ફિલ્મો, વૅબસિરીઝ, શોર્ટ ફિલ્મ અને સિરિયલમાં ધુમ મચાવનાર ગુજરાતી યંગ એક્ટર માઝેલ વ્યાસ (Mazel Vyas)એ તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લો’ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. માઝેલ વ્યાસ આજે આપણી સાથે તેના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેના જ શબ્દોમાં...

 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : હું વૉક-ઇન વૉર્ડરૉબ વાપરું છું. મારું ઘર ૨.૫ બીએચકેનું છે અને એમાં એ જે ૦.૫ બીએચકે છે એ ફક્ત મારા વૉર્ડરૉબ માટે જ છે (ખડખડાટ હસે છે).

 

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબમાં અડધાંથી વધુ કપડાં બ્લુ કલરનાં હોય એ વૉર્ડરૉબ મારું જ હોય એ મારા બધા જ નજીકના વ્યક્તિઓને ખબર છે. બીજું મારા વૉર્ડરૉબમાં ફ્લોરલ ડ્રેસ બહુ વધારે છે. એટલે કોઈ એને ફૅમિનિસ્ટ કહે તો પણ મને વાંધો નથી!

 

આ પણ વાંચો – વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : જે વૉર્ડરૉબમાં અડધાંથી વધુ કપડાં બ્લુ કલરનાં હોય એ વૉર્ડરૉબ મારું જ હોય એ મારા બધા જ નજીકના વ્યક્તિઓને ખબર છે. બીજું મારા વૉર્ડરૉબમાં ફ્લોરલ ડ્રેસ બહુ વધારે છે. એટલે કોઈ એને ફૅમિનિસ્ટ કહે તો પણ મને વાંધો નથી!

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : મેં હમણાં કહ્યું એમ જ કે મને કપડાં જ્યાંથી લઉં ત્યાં ફરી વ્યવસ્થિત મુકવાની આદત છે. એટલે આખું વૉર્ડરૉબ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય એવું ક્યારેક જ બને. તેમ છતાં, હું મોટેભાગે રાત્રે બધુ કામ પતાવીને અને જમીને પછી ફ્રેશ થયા બાદ જ વૉર્ડરૉબમાં ગોઠવણ કરવા બેસું. લગભગમાં અઠવાડિયામાં એક વાર રાત્રે આ રીતે ગોઠવણ કરવા બેસું છે. હું જ્યારે પણ ગોઠવણી કરવા બેસું ત્યારે ફોનમાં ગીતો વગાડું.

 

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ :  મેં હમણાં કહ્યું એમ જ કે મને કપડાં જ્યાંથી લઉં ત્યાં ફરી વ્યવસ્થિત મુકવાની આદત છે. એટલે આખું વૉર્ડરૉબ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય એવું ક્યારેક જ બને. તેમ છતાં, હું મોટેભાગે રાત્રે બધુ કામ પતાવીને અને જમીને પછી ફ્રેશ થયા બાદ જ વૉર્ડરૉબમાં ગોઠવણ કરવા બેસું. લગભગમાં અઠવાડિયામાં એક વાર રાત્રે આ રીતે ગોઠવણ કરવા બેસું છે. હું જ્યારે પણ ગોઠવણી કરવા બેસું ત્યારે ફોનમાં ગીતો વગાડું.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : કપડાંને હંમેશા હેન્ગરમાં રાખવા જોઈએ. તેમજ એક હેન્ગરમાં ત્રણથી વધારે આઉટફિટ ન રાખો જેથી ચોળાઈ જવાનો ડર ન રહે. સાથે જ જો ઘરમાં એક સ્ટિમ આયર્ન હોય તો સારું પડે છે એવું મારું માનવું છે અને આ જ હું મારી ડેલી લાઇફમાં અપનાવું છું.

 

આ પણ વાંચો – મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : ના જરાય નહીં. આજ સુધી મારી મમ્મી સિવાય કોઈની સાથે શૅર પણ નથી કર્યું.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના ક્યારેય નહીં અને મારે કરવા પણ નથી. જ્યાં સુધી ગણતરી નથી કરી ત્યાં સુધી બહુ સારું છે.

 

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : મેં H&Mમાંથી એક બેઝિક વાઇટ ટી-શર્ટ ખરીદયું છે ૫૦૦ કે ૬૦૦ રુપિયાનું હશે અને એ મારું ગો-ટુ આઉટફિટ છે. જો, સૌથી મોંઘા આઉટફિટની વાત કરું તો થોડાક વર્ષ પહેલાં એક એવોર્ડ ફંક્શન માટે મેં કટ-આઉટ વાળું ગાઉન લીધું હતું જે મેં ફક્ત એક જ વાર પહેર્યું છે અને એ લગભગ ૧૮,૦૦૦ કે ૧૯,૦૦૦નું હતું. બાકી હું મોટે ભાગે મારા કપડાં સિવડાવતી હોઉં છું.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : મારા રેગ્યુલર આઉટફિટ અને બેઝિક ડ્રેસિસનું કોર્નર મારું મનપસંદ કોર્નર છે.

 

આ પણ વાંચો – મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : બ્લુ જીન્સ, બ્લેક જીન્સ, બેઝિક બ્લેક અને વ્હાઇટ ટી-શર્ટ, લિનન શર્ટ, લિટલ બ્લેક ડ્રેસ, પલાઝો અને એક ડંગરી તો વૉર્ડરૉબમાં હોવી જ જોઈએ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : કમ્ફર્ટને. કારણકે હું માનું છું, ‘You don’t wear clothes, it’s a personality you carry’.

 

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : જો કોઈ ટ્રેન્ડ મને ગમે અને મારા પર સુટ થાય એવો હોય તો ચોક્કસ ફૉલૉ કરું છું. બાકી સ્ટાઇલ સાથે ક્યારેક એક્સપ્રિમેન્ટ કરવાનું મને ગમે જ છે. મારી સ્ટાઇલની વાત કરું તો હું ઍથનિક કહીશ. કુર્તિ, જીન્સ અને એક બિંદી મારી ગો-ટુ સ્ટાઇલ છે.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : ના એવું ક્યારેય નથી થયું. કારણકે હું કમ્ફર્ટને મહત્વ આપું છું અને હંમેશા ચકાસી લઉં છું કે બધું બરાબર છે કે નહીં.

 

આ પણ વાંચો – કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન એટલે કમ્ફર્ટ, પર્સનાલિટી, ફન અને શાઇન.

life and style fashion fashion news dhollywood news gujarati film wednesday wardrobe rachana joshi