ભાઈલોગ, શ્રગ વાપરશો તો ફૅશન ક્વૉશન્ટ વધી જશે

29 January, 2024 08:55 AM IST  |  Mumbai | Heena Patel

એ દિવસો ગયા જ્યારે શ્રગ ફકત મહિલાઓ પહેરતી. હવે તો પુરુષો માટે પણ ડિફરન્ટ સ્ટાઇલનાં શ્રગ માર્કેટમાં અવેલેબલ થઈ ગયાં છે. આ એક એવું સ્ટાઇલિશ લેયર છે જેને આઉટફિટ પર પહેરીને તમે તમારી સ્ટાઇલને બૂસ્ટ કરી શકો છો

રણબીર કપૂર , રણવીર સિંઘ, વરુણ ધવન

શ્રગને તમે જૅકેટનો એક બ્રિલિયન્ટ ઑલ્ટરનેટિવ કહી શકો. શ્રગને તમે ફૅમિલી ગેટ-ટુગેધર કે પછી ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવા માટે જાઓ ત્યારે પહેરી શકો છો. હવે શ્રગ ફક્ત મહિલાઓ પૂરતાં રહ્યાં નથી, પુરુષોમાં પણ એની ડિમાન્ડ વધી છે. માર્કેટમાં ડિફરન્ટ કલર, ડિઝાઇન અને ફૅબ્રિકનાં શ્રગ અવેલેબલ છે. શ્રગને તમે કૅઝ્યુઅલ અટાયર પર પહેરીને ઇન્સ્ટન્ટ્લી સુપરકૂલ અને ટ્રેન્ડી લુક મેળવી શકો છો. 

શા માટે શ્રગ સ્ટાઇલિંગ પહેરવામાં છે બેસ્ટ?
શ્રગ સૉફ્ટ અને લાઇટ વેઇટ ફૅબ્રિકથી બનેલાં હોય છે એટલે એમાં આપણે મૅક્સિમમ બ્રીધેબિલિટી અને મૂવમેન્ટ કરી શકીએ. હેવી ફૅબ્રિકથી બનેલા ડેનિમ જૅકેટમાં આ ઍડ્વાન્ટેજ નથી હોતો. મુંબઈ જેવા શહેરમાં જ્યાં મિડ લેવલની ઠંડી પડતી હોય ત્યાં પહેરવા માટે શ્રગ એક બેસ્ટ આઉટફિટ છે. શ્રગ તમારા આઉટફિટમાં એક એક્સ્ટ્રા લેયર ઍડ કરીને તમને ઠંડીથી બચાવવાની સાથે એક સૉફિસ્ટિકેટેડ લુક આપે છે. શ્રગ એક વર્સટાઇલ આઉટફિટ છે જે કોઈ પણ બૉડી ટાઇપ પર અને બધાં જ એજ ગ્રુપના લોકો પર સૂટ થાય છે. શ્રગને તમે બેઝિક ટી-શર્ટ અને ટ્રાઉઝર અથવા જીન્સ પર પહેરી શકો છો. 

શ્રગ કેવા પ્રકારનાં હોય?
શૉલ નેક શ્રગઃ નામ પ્રમાણે જ આ પ્રકારના શ્રગમાં તમે ગળામાં શૉલ વીંટાળી હોય એ રીતની ડિઝાઇન હોય છે. વિન્ટર સીઝનમાં ઠંડીથી બચવા માટેનું આ બેસ્ટ શ્રગ છે, જે તમને વૉર્મ રાખવાની સાથે ફૅશનેબલ લુક પણ આપશે. 

વૉટરફૉલ શ્રગઃ આ શ્રગનો આગળનો ભાગ વૉટરફૉલની ડિઝાઇન જેવો હોય છે. આ ટાઇપનાં શ્રગ તમે ટી-શર્ટ અને પૅન્ટ પર પહેરો તો એ તમને કોઝી લુક આપે છે. 

હુડેડ શ્રગઃ  આમાં શ્રગ સાથે એક કૅપ આવે છે. આ શ્રગ તમને સ્ટાઇલિશ દેખાવ આપે છે. સાથે જ તમારા હેડને પણ કવર કરે છે એટલે વિન્ટર માટે પર્ફેક્ટ શ્રગ છે. 
થંબહોલ સ્લીવ શ્રગઃ  આ શ્રગની સ્લીવ્ઝ નીચેથી એ પ્રકારની હોય છે કે એની અંદર તમારી હથેળી કવર થઈ જાય. આ ટાઇપનાં શ્રગ તમે જિમ, સ્પોર્ટિંગ ઍક્ટિવિટી કરતી વખતે પહેરી શકો. 

કેવા કલર ચૂઝ કરવા?
શ્રગ તમને ફૅશનેબલ લુક ત્યારે જ આપશે જ્યારે તમે એને રાઇટ કલર કો-ઑર્ડિનેશન સાથે પહેરશો. એટલે તમારે એવા કલરનાં શ્રગ ચૂઝ કરવાં જોઈએ જે મલ્ટિપલ કલરનાં ટી-શર્ટ સાથે મૅચ થઈ જાય. એટલે સેફ ઑપ્શન બ્લૅક, ગ્રે અને નેવી બ્લુ કલરનાં શ્રગ છે. ફૉર એક્ઝામ્પલ બ્લૅક કલરનાં શ્રગ વાઇટ, ગ્રે, રેડ, યલો ટી-શર્ટ સાથે સૂટ થઈ જાય. ગ્રે શ્રગને પણ તમે વાઇટ, બ્લૅક, રેડ, બ્લુ, ગ્રીન ટી-શર્ટ સાથે પહેરી શકો. તમે તમારા આઉટફિટમાં વાઇબ્રન્ટ કલર ઍડ કરવા ઇચ્છતા હો તો તમે રેડ અને યલો કલરનાં શ્રગ પણ ચૂઝ કરી શકો. ફૉર એક્ઝામ્પલ વાઇટ ટી-શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ પર રેડ શ્રગ. જોકે જેન્ટ્સ માટે વધુપડતા વાઇબ્રન્ટ કલરનાં શ્રગ ઍડ્વાઇઝેબલ નથી, કારણ કે ઘણી વાર એક્સપરિમેન્ટ કરવાના ચક્કરમાં આપણે જોકર બની જતા હોઈએ છીએ. 

fashion news fashion columnists life and style