22 July, 2025 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિઅર્ડ રાખવાનું આજે ઘણા પુરુષોને ગમતું હોય છે, પણ અમુક કારણોસર બધાની ઇચ્છા પૂરી થતી નથી. ઘણા પુરુષોને ગળાના વિસ્તારમાં દાઢી પૂરતી ઊગતી નથી. એની પાછળ અનેક કારણો હોઈ શકે. જિનેટિક પ્રૉબ્લેમ્સ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું થવું, ત્વચા સંબંધિત સમસ્યાઓ, સ્ટ્રેસ અને અયોગ્ય જીવનશૈલી જેવાં પરિબળો એ માટે કારણભૂત હોઈ શકે છે.
શું કરવું?
નિયમિત સ્કિનકૅર : ગળાની ચામડીને સ્વચ્છ અને મૉઇશ્ચરાઇઝ રાખવી. રાત્રે સૂતાં પહેલાં બિઅર્ડ-ઑઇલ જેમ કે કેસ્ટર ઑઇલ અથવા જોજોબા ઑઇલ લગાવીને હળવા હાથથી સર્ક્યુલર મોશનમાં મસાજ કરવો. દરરોજ પાંચથી ૧૦ મિનિટ આ રૂટીનને ફૉલો કરશો તો વાળના ફૉલિકલ્સ ઍક્ટિવ થશે અને બિઅર્ડનો ગ્રોથ વધશે.
ડાયટ : ડાયટમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જન્ક-ફૂડ અને ઠંડાં પીણાંની ડાયટમાંથી બાદબાકી કરીને ઝિન્ક, વિટામિન ‘B’ કૉમ્પ્લેક્સ અને ઑમેગા-3થી ભરપૂર હોય એવા આહારનું સેવન કરવું. બાયોટિનયુક્ત આહાર દાઢીના વાળને વધારવામાં અને ઉગાડવામાં મદદ કરે છે. તેથી સ્કિન-સ્પેશ્યલિસ્ટની સલાહ લીધા બાદ આ સપ્લિમેન્ટ્સનું સેવન કરવું હિતાવહ રહેશે.
ડર્મારોલર : દર ત્રણથી ચાર દિવસે એક વાર ડર્મારોલરનો ઉપયોગ કરવો. એનાથી બ્લડ-ફ્લો વધે છે અને નવા વાળ ઊગવામાં મદદ કરે છે.
ફેસપૅક : આમ તો બિઅર્ડકૅરમાં બદામ અને ટી ટ્રી ઑઇલ સારું હોય છે, પણ જો ઑઇલિંગ કરવું ન ગમતું હોય તો આમળાની પેસ્ટ બનાવીને આખા ચહેરા પર લગાવવી. એનાથી બિઅર્ડનો ગ્રોથ થશે.