બધા માટે નથી બાથ સૉલ્ટ

29 July, 2022 12:08 PM IST  |  Mumbai | Aparna Shirish

માઇન્ડ અને બૉડી રિલૅક્સ કરવાના હેતુથી ખૂબ ડિમાન્ડમાં રહેતાં બાથ સૉલ્ટ કઈ ઉંમરથી વાપરી શકાય એ જાણી લો

બધા માટે નથી બાથ સૉલ્ટ

છેલ્લા કેટલાક સમયથી ઑર્ગેનિક અને નૅચરલ બ્યુટી પ્રોડક્ટ્સની બોલબાલા છે. કેટલીક પ્રોડક્ટ્સ સ્કિનને ગ્લોઇંગ બનાવવાના દાવા કરે છે તો કેટલીક પ્રોડક્ટ્સ તમને સ્ટ્રેસ-ફ્રી રાખવાનો વાયદો કરે છે. આવી જ એક પર્સનલ કૅર પ્રોડક્ટ એટલે બાથ સૉલ્ટ્સ. અને દરેક પર્સનલ કૅર અને બ્યુટી પ્રોડક્ટ્સ વાપરવાની એક વયસીમા હોય એમ બાથ સૉલ્ટ પણ બધાં એજ ગ્રુપ માટે નથી. જાણી લો કોણે અને કઈ રીતે વાપરવાં બાથ સૉલ્ટ.
શું છે બાથ સૉલ્ટ?
સૉલ્ટ એટલે કે મીઠું. નહાવાના પાણીમાં મીઠું નાખીને નહાવાની આ પ્રોસેસ. ઇપ્સમ સૉલ્ટ તરીકે ઓળખાતા ખાસ મીઠાના કણોમાં રહેલાં મિનરલ્સ સ્નાન કરવાના પાણીમાં ભળે એટલે બૉડી રિલૅક્સ થાય અને સ્કિન રિજુવિનેટ થાય એવું કહેવાય છે. બાથ સૉલ્ટ બનાવતી શ્વેતા દોશી આ વિશે કહે છે, ‘નકારાત્મક ઊર્જા સામે લડવા માટે મીઠાનો વપરાશ આખા વિશ્વમાં જુદી-જુદી રીતે થાય છે. બાથ સૉલ્ટ એનો જ એક પ્રકાર છે. અહીં બાથ સૉલ્ટમાં ઉમેરવામાં આવેલું એસેન્શિયલ ઑઇલ કયું છે એ પ્રમાણે એના ફાયદા નક્કી કરવામાં આવે છે.’
કોણે વાપરવું?
રોજબરોજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં કામ અને પૉલ્યુશનથી થતા સ્ટ્રેસ વચ્ચે તન અને મન બન્નેને થોડો આરામ મળે એ માટે બાથ સૉલ્ટ વાપરવાં. અર્થાત્ જેમને સ્ટ્રેસ થતું હોય એમના માટે છે બાથ સૉલ્ટ. આ વિશે શ્વેતા કહે છે, ‘બાથ સૉલ્ટ મોટા ભાગે ઍડલ્ટ્સ માટે છે. જોકે ૧૬થી વધુ વયની વ્યક્તિ એ વાપરી શકે, કારણ કે એમાં ઉમેરાયેલાં ઑઇલ્સ સ્ટ્રૉન્ગ હોય છે જે બાળકો અને ટીનેજર્સ માટે મહદ અંશે હાનિકારક સાબિત થઈ શકે. પેપરમિન્ટ જેવા ઑઇલની સ્ટ્રૉન્ગ ગંધ બાળકો માટે નથી. અહીં જે ઑઇલ બાથસૉલ્ટમાં હોય એની સાથે કૅરિયર ઑઇલ તરીકે કોકોનટ ઑઇલ વાપરવામાં આવેલું હોય એનું ધ્યાન રાખવું જેથી સ્ટ્રૉન્ગ એસેન્શિયલ ઑઇલ ડાયલ્યુટ થઈ જાય.’
બાળકો માટે શું સારું?
બાળકો અને યંગસ્ટર્સ માટે બાથ સૉલ્ટનો વપરાશ કરવો જ હોય તો ફક્ત જાડું મીઠું કે હિમાલયન પિન્ક સૉલ્ટ વાપરવું જે નૅચરલ છે અને એની કોઈ આડઅસર ન થાય. બાથસૉલ્ટ બનાવવા માટે વપરાતું એપ્સમ સૉલ્ટ એ મૅગ્નેશિયમ સલ્ફેટ નામનું એક કેમિકલ કમ્પાઉન્ડ છે જે પાણીમાં ઓગળે છે. આ કેમિકલ બાળકોની કે યંગ ટીનેજર્સની સ્કિન માટે હાર્શ સાબિત થઈ શકે. એટલે એ ન વાપરવું.

fashion news fashion columnists health tips