ભાઈ લોગ, પિન્ક સૂટ પહેરવો હોય તો પર્સનાલિટી રૉકીભાઈ જેવી રાખવી પડશે

22 August, 2022 04:11 PM IST  |  Mumbai | Aparna Shirish

પિન્ક ટ્રેડિશનલી ભલે પુરુષોનો ફેવરિટ હોય તોય ફૉર્મલ ને કૅઝ્યુઅલની વાત આવે ત્યારે તેઓ આ ગર્લિશ કહેવાતો રંગ પહેરતાં અચકાય છે

ભાઈ લોગ, પિન્ક સૂટ પહેરવો હોય તો પર્સનાલિટી રૉકીભાઈ જેવી રાખવી પડશે

‘બ્લુ ઇઝ ફૉર બૉય્ઝ, પિન્ક ઇઝ ફૉર ગર્લ્સ.’ આ સાંભળીને જ મોટા થયા છે બધા. જોકે જમાનાની સાથે ચૉઇસ બદલાઈ છે અને રંગોનો કન્સેપ્ટ પણ. કોઈ રંગ હવે ફક્ત સ્ત્રીઓ માટે કે ફક્ત પુરુષો માટેનો નથી રહ્યો. ફૅશન જગતમાં આ સ્વતંત્રતા હવે આવી ગઈ છે. તાજેતરમાં વિજય દેવરાકોન્ડા અને આમિર ખાન અનુક્રમે પિન્ક ટ્રાઉઝર્સ અને શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. જોકે દરેક ટ્રેન્ડ રૂલબુક સાથે આવે છે અને પિન્ક માટેની રૂલબુક જરા લાંબી છે. આ વિશે વાત કરતાં ફૅશન-કન્સલ્ટન્ટ સુમિત વર્મા કહે છે, ‘કુરતા અને શેરવાની પિન્ક હોય એની સામે લોકોને જરાય વાંધો નથી. પણ વાત પિન્ક પૅન્ટ, શર્ટ કે ટી-શર્ટની આવે ત્યાં રૂલ્સ ફૉલો કરવા પડે છે, કારણ કે આ ટ્રેન્ડ મેટ્રોસેક્સ્યુઅલ લુક આપે છે જે કદાચ બધા માટે નથી. વળી આ ફેમિનાઇન શેડ પહેર્યા બાદ એ મૅનલી લાગવો જોઈએ એનું ધ્યાન રાખવાનું છે.’

આટલા બધા રૂલ્સ સાથે આવતા આ રંગને કઈ રીતે અને ક્યાં પહેરવો એ જાણી લો.

ફૉર્મલ વેઅર 

પિન્કને ફૉર્મલ વેઅરમાં પહેરવો હોય તો પૂરેપૂરા સૂટનો પણ ઑપ્શન છે અને શર્ટનો પણ. એ સિવાય ઍક્સેસરીઝ પણ પિન્ક સારી લાગે છે. આ વિશે અમેઝ મેનના ફાઉન્ડર અને ફૅશન-ડિઝાઇનર અભિષેક શ્રીવાસ્તવ કહે છે, ‘પિન્ક સદીઓથી પાવરફુલ પુરુષોની પસંદગી રહ્યો છે. કેટલાંક ફૅશન લેબલ્સે ભલે આ રંગને ફેમિનાઇનનું લેબલ લગાવી દીધું છે પણ હકીકતમાં આ રંગ ખૂબ સ્ટાઇલિશ લાગે છે. વધુમાં દરેક પુરુષના વૉર્ડરોબમાં એકાદ પિન્ક જૅકેટ, શર્ટ કે ટાઇ અને પૉકેટ સ્ક્વેર જેવી ઍક્સેસરી હોવી જ જાઈએ.’

પિન્ક સાથે શું?

પગથી માથા સુધી પિન્ક પહેરવો હોય અને છતાંય ગર્લિશ ન લાગવું હોય તો પર્સનાલિટી કેજીએફના રૉકીભાઈ જેવી ટફ હોવી જોઈએ એવું જણાવતાં ફૅશન-કન્સલ્ટન્ટ સુમિત વર્મા કહે છે, ‘ફેમિનાઇન શેડ પહેરો ત્યારે એને તમારે મૅસ્ક્યુલિન દેખાડવાનો છે. આમિર ખાને તાજેતરમાં જે પિન્ક શર્ટ અને જીન્સ પહેર્યાં હતાં એમાં પિન્ક શર્ટ ભલે સૉફ્ટ હોય પણ આમિરે એને રગિડ અને રફ જીન્સ સાથે પહેર્યું હતું. તે ક્લીન શેવ્ડ નથી અને તેણે બૂટ્સ પહેર્યાં છે. અહીં તેણે પિન્ક શર્ટ પહેર્યું હોવા છતાં એ તેના લુક સાથે બૅલૅન્સ્ડ થઈ જાય છે એટલે એ સૂટ થાય છે. એટલે પિન્ક સાથે રંગોની વાત પણ આવે ત્યારે એવા રંગો મૅચ કરવા જે મૅસ્ક્યુલિન હોય અને સ્ત્રીઓ વધુ ન પહેરતી હોય. અહીં નેવી બ્લુ, મિલિટરી ગ્રીન જેવા ટફ રંગોનાં પૅન્ટ્સ કે ટ્રાઉઝર્સ પહેરવાં. એ સિવાય રગિડ ડેનિમ સારું લાગશે.’

કેટલો પિન્ક બહુ પિન્ક કહેવાય?

પિન્ક કેટલો પહેરવો જોઈએ એ વિશે જણાવતાં આભિષેક કહે છે, ‘પિન્ક શેડનું સિલેક્શન સ્કિનટોન સાથે ધ્યાનમાં રાખીને કરો. લાઇટ સ્કિનટોન સાથે બેબી પિન્ક કે થોડો ડાર્ક પિન્ક 
સારો લાગશે અને ડાર્ક સ્કિન સાથે ડાર્ક પિન્ક જરાય સારો નહીં લાગે. લૅવેન્ડર પિન્ક, પીચ પિન્ક, પેસ્ટલ પિન્ક જેવા કોઈ પણ લાઇટ શેડ પહેરી શકાય પણ એક સમયે કોઈ એક જ ગાર્મેન્ટ પિન્ક હોવું જોઈએ. પગથી માથા સુધી પિન્ક શક્ય હોય તો ટાળવો.’

 પિન્ક ડે-વેઅર શેડ છે. પાર્ટીવેઅર કરતાં ડે-ટાઇમમાં કૅઝ્યુઅલ વેઅર તરીકે એ  વધુ યોગ્ય રહેશે. અભિષેક શ્રીવાસ્તવ, ફૅશન-ડિઝાઇનર

પિન્ક સાફો, શેરવાની, કુરતો, મોદી જૅકેટ વગેરે ઓવરઑલ ઍક્સેપ્ટેબલ છે. ટ્રેડિશનલ વેઅરમાં પિન્ક પહેરવા માટે કોઈ રૂલ કે રેગ્યુલેશન નથી.

columnists life and style fashion news fashion gautam adani