અમદાવાદ: જાપાનીઝ લોકોને પણ લાગ્યો ગરબાનો રંગ, આવી રીતે કરે છે પ્રેક્ટિસ

04 September, 2019 03:16 PM IST  |  Ahmedabad

અમદાવાદ: જાપાનીઝ લોકોને પણ લાગ્યો ગરબાનો રંગ, આવી રીતે કરે છે પ્રેક્ટિસ

તમને કેવું લાગે જ્યારે તમે કોઈ જાપાનીઝને આપણા ગરબાના તાલ પર ઝુમતા હોય? નવરાત્રી પહેલા ખાસ ગરબા શીખવા માટે જતા હોય? આવા જ એક બહેન છે આરી(ari).જેઓ જાપાનના છે. અને હાલ અમદાવાદમાં રહે છે. આરી બહેનને ગુજરાતના લોકો અને ગુજરાતની સંસ્કૃતિ એટલી પસંદ આવી ગઈ છે કે તેમણે નવરાત્રી પહેલા ગરબા શીખવાનું પણ શરૂ કરી દીધું છે. તેઓ અમદાવાદમાં આવેલા હિમાની ડાન્સ સ્ટુડિયોમાં ખાસ ગરબાના સ્ટેપ્સ શીખવા જાય છે.


આરીબેન અમદાવાદમાં છેલ્લા 10 મહિનાથી રહે છે અને ગુજરાતની સંસ્કૃતિ અને રહેણીકહેણીથી એટલા પ્રભાવિત થઈ રહ્યા છે કે તેઓ પણ આ રહેણી કહેણીને અપનાવવા માંગે છે. આરીબેનને ગરબા શિખવતા હિમાની શાહ કહે છે કે, 'તેમને ગરબા શીખવવાની ખૂબ જ મજા આવે છે. તે ખૂબ જ સારા ગરબા કરે છે. સાથે જ તેઓ બીજા લોકો સાથે વાતચીત પણ કરે છે. તેને ગુજરાત અને ગુજરાતના લોકો ગમે છે. સાથે ક્લાસિસના વાઈબ્રેશન્સ પણ ગમે છે.'


આરીને ગરબાના શબ્દો નથી સમજમાં આવતા પરંતુ તેઓ બીટ્સ સાંભળીને અને આસપાસના લોકોને જોઈને ગરબાના સ્ટેપ્સ આસાનીથી શીખી લે છે. અને ઉત્સાહ સાથે પ્રેક્ટિસ પણ કરે છે. આમ પણ આપણી ગુજરાતની સંસ્કૃતિ પહેલાથી જ વાઈબ્રન્ટ રહી છે. જેના રંગો લોકોને આકર્ષે છે. તો પછી જાપાનીઝ લોકો પણ તેમાંથી કેમ બાકી રહે?

આ પણ જુઓ : Mazel Vyas:વડોદરાની આ છોકરી બોલીવુડના ધૂરંધરોને આપી રહી છે ટેલેન્ટનો પરચો

અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જેમાં બાળકો, મહિલાઓ સાથે કપલ્સ પણ આવે છે. બધાને બસ એમ જ છે કે તેઓ સૌથી સારા દેખાવા જોઈએ અને તેમના સ્ટેપ્સ સૌથી પરફેક્ટ હોવા જોઈએ. અને એટલે જ તો તેમણે અત્યારથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. અને ગરબા ક્લાસિસ જોઈન કરી પસીનો વહાવી રહ્યા છે.

gujarat navratri ahmedabad gujarati mid-day