માધુરી આટલી બ્યુટિફુલ કેવી રીતે લાગી શકે?

15 June, 2021 09:04 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ડાન્સ દીવાને’ના ફ્લોર પરથી નીકળ્યા પછી પણ આ સવાલ સિદ્ધાર્થ શુક્લાના મનમાં સતત અકબંધ છે

સિદ્ધાર્થ શુક્લા માધુરી દીક્ષિત સાથે ‘ડાન્સ દીવાને’ના સેટ પર

અલ્ટ બાલાજી પર રિલીઝ થયેલા પોતાના વેબ-શો ‘બ્રૉકન ઍન્ડ બ્યુટિફુલ’ના પ્રમોશન માટે કલર્સ ટીવીના શો ‘ડાન્સ દીવાને’માં ગયેલા સિદ્ધાર્થ શુક્લા માટે આ પ્રમોશન ક્યારેય ભુલાવાનું નથી. સિદ્ધાર્થ કહે છે, ‘બૉલીવુડની કોઈ ઍક્ટ્રેસ મને ગમતી હોય તો તે માત્ર એક, માધુરી દીક્ષિત. તેની સાથે સ્ક્રીન શૅર કરવી એ મારા માટે કાયમ ડ્રીમ રહ્યું છે અને ડ્રીમ આ રીતે પૂરું થશે એ મેં વિચાર્યું પણ નહોતું.’

માધુરી દીક્ષિત સાથે સિદ્ધાર્થે ફિલ્મ ‘રામ લખન’ના પોતાના ફેવરિટ સૉન્ગ ‘તેરા નામ લિયા, તુઝે યાદ કિયા...’ પર માધુરી દીક્ષિત સાથે ડાન્સ પણ કર્યો હતો અને ‘દિલ તો પાગલ હૈ’નો શાહરુખ અને માધુરીનો પૉપ્યુલર સીન પણ કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું કે મને આજે પણ સમજાતું નથી કે માધુરી દીક્ષિત આજે પણ આટલી બ્યુટિફુલ કેવી રીતે લાગી શકે અને રહી શકે. હૅટ્સ ઑફ ટુ હર... આ ગૉડ્’સ ગિફ્ટ સિવાય કાંઈ નથી.’

entertainment news television news indian television tv show madhuri dixit siddharth shukla Rashmin Shah