સાઇના નેહવાલની માફી માગી સિદ્ધાર્થે

13 January, 2022 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આશા છે કે આ તમામ વિવાદને આપણે પાછળ છોડી દઈશું અને તું મારું આ માફીનામું સ્વીકાર કરીશ. તું હંમેશાં મારી ચૅમ્પિયન જ રહીશ.’

સાઇના નેહવાલ

સિદ્ધાર્થે હાલમાં જ બૅડ્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલની માફી માગી છે. સાઇનાrk ટ્વીટ પર રિપ્લાય આપતાં સિદ્ધાર્થે અપમાનજનક શબ્દો કહ્યા હતા. ત્યારથી સૌકોઈ સિદ્ધાર્થની નિંદા કરવા લાગ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગે આ દિશામાં સિદ્ધાર્થને નોટિસ પણ મોકલાવી હતી. જોકે તેના જોકથી લોકોને દુઃખ પહોંચતાં તેણે માફી માગી લીધી છે. તેણે સાઇનાને લેટર લખીને માફી માગી છે. એ લેટરને તેણે ટ્વિટર પર શૅર કર્યો છે. એ લેટરમાં સિદ્ધાર્થે લખ્યું છે કે ‘ડિયર સાઇના, મેં કરેલા અભદ્ર મજાક બદલ હું તારી પાસે માફી માગું છું, જે મેં થોડા દિવસો અગાઉ તારા ટ્વીટ પર રિસ્પૉન્સ આપતાં લખ્યું હતું. હું અનેક મુદ્દે તારાથી અસહમત હોઈ શકું છું, પરંતુ મેં જ્યારે તારું ટ્વીટ વાંચ્યું તો મારી નિરાશા મારો ગુસ્સો મારા લહેકા કે મારા શબ્દોને યોગ્ય ન ઠેરવી શક્યો. જો કોઈ જોકને સમજાવવાની જરૂર પડે તો એ મજાક નથી હોતો. હું એ જોક માટે માફી માગું છું. મારે કોઈ પણ શબ્દોનો ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન આપવું જોઈએ. મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાની મન્શાથી એ ટ્વીટ નહોતું કર્યું એના માટે અનેક લોકોએ જવાબદાર ઠેરવ્યો છે. હું પોતે પણ નારીવાદનો સમર્થક છું અને હું તને ભરોસો અપાવું છું કે ટ્વીટમાં કોઈ લિંગ સૂચક નહોતું. સાથે જ તારા પર કોઈ હુમલો કરવાનો પણ મારો કોઈ ઇરાદો નહોતો. આશા છે કે આ તમામ વિવાદને આપણે પાછળ છોડી દઈશું અને તું મારું આ માફીનામું સ્વીકાર કરીશ. તું હંમેશાં મારી ચૅમ્પિયન જ રહીશ.’

television news indian television entertainment news saina nehwal bollywood news