‘છેલ્લો દિવસ’ની ત્રિપુટી ફરી દેખાશે સાથે, આનંદ પંડિત કરે છે ફિલ્મને પ્રોડ્યુસ

13 February, 2023 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ત્રણ એક્કા’ ફિલ્મનું આજે કર્યું મુર્હૂત : ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આનંદ પંડિત અને વૈશલ શાહનું ત્રીજું કોલાબ્રેશન

‘ત્રણ એક્કા’ મુર્હૂત શોટની તસવીર

અર્બન ગુજરાતી ફિલ્મોનો સુરજ નવી દિશાએ લઈ જનાર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ (Chhello Divas)ની ત્રિપુટી વિકી, નિખિલ અને લૉય એટલે કે અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar), યશ સોની (Yash Soni) અને મિત્ર ગઢવી (Mitra Gadhvi) ફરી એકવાર સ્ક્રિન પર સાથે જોવા મળશે. આનંદ પંડિત (Anand Pandit) અને વૈશલ શાહ (Vaishal Shah) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘ત્રણ એક્કા’ (Tron Ekka)માં જોવા મળશે આ ત્રિપુટી. ફિલ્મનું આજે કર્યું મુર્હૂત.

‘ત્રણ એક્કા’ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મના મુર્હત શૉટનું આજે શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોની કસોટીઓ અને મુસીબતોનું વર્ણન કરે છે જેઓ આર્થિક સંકટમાં ફસાયેલા છે અને મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવવાની યોજના બનાવે છે. આ દરમિયાન અનેક દુર્ઘટના ઘટે છે જેને કારણે કૉમેડીનો જન્મ થાય છે. બોલિવૂડના પ્રોડ્યુસર આનંદ પંડિત ગુજરાતી ફિલ્મોમાં સતત તેમનું યોગદાન આપી રહ્યાં છે. ‘ફક્ત મહિલાઓ માટે’ (Fakt Mahilao Maate)ની જબરજસ્ત સફળતા બાદ બન્નેનું આ બીજું કોલાબ્રેશન છે.

‘ત્રણ એક્કા’નું દિગ્દર્શન રાજેશ શર્મા (Rajesh Sharma) કરશે. સ્ટાર કાસ્ટમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા (Hitu Kanodiya), કિંજલ રાજપ્રિયા (Kinjal Rajpriya), એશા કંસારા (Esha Kansara), તર્જની ભાડલા (Tarjanee Bhadla), ચેતન દૈયા (Chetan Daiya) અને પ્રેમ ગઢવી (Prem Gadhvi) છે.

આ પણ વાંચો - વિજયગીરી બાવા એન્ડ ટીમ લઈને આવી રહ્યાં છે એક ઐતિહાસિક ફિલ્મ

પ્રોડ્યુસર આનંદ પંડિત કહે છે કે, ‘પ્રોડયુસર વૈશલ શાહ સાથે આ મારી ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મ બનાવવામાં મનોરંજન પણ હોવું જોઈએ અને એક સામાજીક સંદરશ પણ હોવો જોઈએ તેમ અમારા બન્નેનું માનવું છે, એટલે સાથે કામ કરવાની મજા આવે છે. તે સિવાય હું સ્ટારકાસ્ટને લઈને પણ ખુબ જ ઉત્સાહિત છું.’

પ્રોડયુસર વૈશલ શાહ જણાવે છે કે, ‘આનંદભાઈ અને હું ફૅમેલી એન્ટરટેઇનમેન્ટમાં માનીએ છીએ. આવનારા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સંભાવના છે. એટલે અમને ખુશી છે કે, અમે પણ આનો જ એક ભાગ છીએ. મલ્હાર, યશ અને મિત્ર સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે એટલે બહુ જ ખાસ છે. ખરેખર આ એક એન્ટરટેઇનમેન્ટ રાઇડ છે.’

આ પણ વાંચો - દો દિલ મિલ રહે હૈં મગર ચુપકે ચુપકે…આ છે ખંજન ઠુંબર - ક્રિષ્ના ગોકાણીની લવ સ્ટોરી

ફિલ્મ ‘ત્રણ એક્કા’ આ વર્ષે જન્માષ્ટમી પર રિલીઝ થશે.

entertainment news dhollywood news upcoming movie gujarati film Malhar Thakar yash soni Kinjal Rajpriya Mitra Gadhvi