પઠાણ બાદ આ ગુજરાતી ફિલ્મ સપડાઈ વિવાદોમાં, રાજપૂતોની લાગણી દુભાવાનો મૂકાયો આરોપ?

29 December, 2022 10:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ કહ્યું કે આ ફિલ્મમાં ક્ષત્રીય સમાજની ભાવનાને દર્શાવવામાં આવી છે જેને ઠેસ પહોંચી છે. આથી સરકારને અરજી છે કે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવે, નહીંતર ક્ષત્રીય સમાજ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે.

તખુભાની તલવાર ફિલ્મનું પોસ્ટર

ગુજરાતી ફિલ્મ (Gujarati Film) તખુભાની તલવારનો રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો છે. આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવા જઈ રહી છે. પણ રિલીઝ પહેલા કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ કહ્યું કે આ ફિલ્મમાં ક્ષત્રીય સમાજની ભાવનાને દર્શાવવામાં આવી છે જેને ઠેસ પહોંચી છે. આથી સરકારને અરજી છે કે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવે, નહીંતર ક્ષત્રીય સમાજ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે.

ફિલ્મમાં ક્ષત્રીય સમાજને નીચો બતવવામાં આવ્યો
જેપી જાડેજાએ આગળ કહ્યું કે, અમને ખબર પડી છે કે કાલે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આના પ્રૉડ્યૂસર હરેશભાઈ પટેલ છે. ફિલ્મનું નામ તખુભાની તલવાર છે. આ ફિલ્મમાં ક્ષત્રીય સમાજને નીચો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ ક્ષત્રીય સમાજની લાગણીઓ દુભવવા માટે બનાવવામાં આવી છે.

ફિલ્મની રિલીઝ અટકાવીને કાયદો વ્યવસ્થા જાળવો
જેપી જાડેજાએ આગળ કહ્યું કે, "હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહેવા માગુ છું કે તમે તે નિર્માતાઓને પૂછો જે ક્ષત્રીય સમુદાયનું ફિલ્માંકન કરી રહ્યા છે, જેને અખંડ ભારતના નિર્માણમાં 562 રજવાડાઓએ યોગદાન આપ્યું છે અને જેણે આને અટકાવવા માટે અનેક બલિદા આપ્યા છે. હિંદુ સંસ્કૃતિમાં મૂર્તિપૂજકોનું આક્રમણ થયું." આ ફિલ્મને રિલીઝ થતી અટકાવો, નહીંતર રાજપૂજ કરણી સેના રસ્તા પર ઉતરીને વિરોધ કરશે અને આ ફિલ્મની રિલીઝ અટકાવશે. હું તમને બધાને અરજી કરવા માગું છું કે આ ફિલ્મની રિલીઝને અટકાવીને કાયદો વ્યવસ્થા જાળવો.

આ પણ વાંચો : ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયો ત્યારથી ઍક્શન ફિલ્મ કરવી હતી : કિંગ ખાન

3 દિવસ પહેલા સૂરતમાં પઠાણ ફિલ્મને લઈને થયો હતો વિરોધ
બૉલિવૂડ ફિલ્મ પઠાણ પણ રિલીઝ પહેલા અનેક વિવાદોમાં સપડાઈ છે. આજે જ આ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ માટે મોકલવામાં આવી ત્યારે સેન્સર બૉર્ડની કાતર પણણ આ ફિલ્મ પર ફરીવળી છે. ત્રણ દિવસ પહેલા જ વિશ્વ હિંદૂ પરિષદ અને હિંદૂ સંગઠનો દ્વારા આજે સૂરતના કામરેજમાં ધરણા કરવામાં આવ્યા. બેશરમ ફિલ્મના પોસ્ટર પૂર્વ ચેતવણી આપ્યા છતાં સિનેમાઘરોમાં લગાડવામાં આવ્યા.

આ પણ વાંચો : શાહરુખની `પઠાણ` પર સેન્સર બૉર્ડની કાતરથી ખુશ થયા નરોત્તમ મિશ્રા, આપ્યું આ નિવેદન

પઠાણ પણ સતત ફસાયેલી છે વિવાદોના વંટોળમાં
પઠાણ ફિલ્મનો પણ સતત વિરોધ જોવા મળી રહ્યો છે તો સાથે જ તેના ચાહકો પણ છે જે તેને સપૉર્ટ પણ કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગમાં દીપિકાએ પહેરેલી ભગવા બિકિની અને શાહરુખે પહેરેલા ગ્રીન શર્ટ થકી વિવાદ ચગ્યો છે. એવું લાગે છે કે જાણે ફિલ્મમાં ભગવા રંગને નિર્લજ્જ કલર તરીકે બતાવવામાં આવ્યો છે. આ પ્રકારના મુદ્દાઓને લઈને હિંદૂ સંગઠન સતત વિરોધ કરી રહ્યા છે.

gujarati film dhollywood news entertainment news