દીપિકા અને આલિયા પછી આ અભિનેત્રી સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે

07 August, 2019 07:09 PM IST  |  મુંબઈ ડેસ્ક

દીપિકા અને આલિયા પછી આ અભિનેત્રી સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે

દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, ઝોયા હુસેન

સંજય લીલા ભણસાલી હવે એક ફિલ્મ પ્રૉડ્યુસ કરશે જેમાં અભિનેતા તરીકે તેમણે રણદીપ હુડ્ડાને સાઇન કર્યા છે.

ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકા રહેશે. હવે ચર્ચા એ છે કે સંજય લીલા ભણસાલી એક ફિલ્મ પ્રૉડ્યૂસ પણ કરશે. ફિલ્મમાં તેમણે અભિનેતા તરીકે રણદીપ હુડ્ડાને સાઇન કર્યા છે તો અભિનેત્રી તરીકે તે અનુરાગ કશ્યપની ફિલ્મ મુક્કાબાઝ સાથે ડેબ્યૂ કરનારી અભિનેત્રી ઝોયા હુસેનને લેવાનું મન બનાવ્યું છે.

આ ફિલ્મનું નિર્દેશન બલવિંદર સિંહ કરશે. આ પહેલા તેમણે મુબારકાં, ફિરંગી, સાંડ કી આંખ જેવી ફિલ્મો લખી છે. તેમની સાથે જોડાયેલા એક સૂત્ર પ્રમાણે ઝોયા હુસેન આ ભૂમિકા માટે સંપૂર્ણ રીતે ફીટ બેસે છે. તેથી તેમણે તેની પસંદગી કરી છે. ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વર્કશોપ અને સીન રીડિંહ કર્યા બાદ પહેલા શેડ્યૂલનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થશે.

આ ફિલ્મ થ્રિલર ફિલ્મ હશે, જેમાં કૉમેડી પણ હશે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા એક પોલીસ ઑફિસરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં કેટલાય રોચક પ્રસંગો પણ હશે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

તાજેતરમાં જ રણદીપ હુડ્ડાએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મની શૂટિંગ પૂરી કરી છે. જેમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. તો ઝોયા હુસેન ટૂંક સમયમાં જ દગ્ગુબાતી સાથે ફિલ્મ હાથી મેરે સાથીમાં જોવા મળશે. સંજય લીલા ભણસાલીએ તાજેતરમાં જ ફિલ્મ મલાલનું નિર્માણ કર્યું હતું જે ફ્લૉપ ફિલ્મ રહી.

sanjay leela bhansali deepika padukone alia bhatt bollywood bollywood news bollywood events bollywood gossips