‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે રશ્મિકા અને કિયારામાંથી કોણ જમાવશે જોડી?

14 May, 2022 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસ જ્યારે તેની અન્ય ફિલ્મોનાં કમિટમેન્ટ્સ પૂરાં કરી લેશે ત્યાર બાદ જ સ્પિરિટ’નું શૂટિંગ શરૂ કરશે. હવે એ જોવાનું રહેશે કે કઈ ઍક્ટ્રેસ ‘સ્પિરિટ’માં જોવા મળશે.

રશ્મિકા મંદાના

પ્રભાસની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માં તેની સાથે રશ્મિકા મંદાના કાં તો કિયારા અડવાણી બન્નેમાંથી કોઈ એક જોડી જમાવશે. પ્રભાસ હાલમાં તેની ‘પ્રોજેક્ટ K’માં બિઝી છે. ‘અર્જુન રેડ્ડી’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગા ‘સ્પિરિટ’ને ડિરેક્ટ કરશે. પ્રભાસ સાથે આ ​થ્રિલર ફિલ્મમાં રશ્મિકા અને કિયારામાંથી કોને લેવામાં આવશે એ વિશે જલદી જ નક્કી કરી લેવામાં આવશે. પ્રભાસ જ્યારે તેની અન્ય ફિલ્મોનાં કમિટમેન્ટ્સ પૂરાં કરી લેશે ત્યાર બાદ જ સ્પિરિટ’નું શૂટિંગ શરૂ કરશે. હવે એ જોવાનું રહેશે કે કઈ ઍક્ટ્રેસ ‘સ્પિરિટ’માં જોવા મળશે.

bollywood news bollywood bollywood gossips entertainment news prabhas kiara advani