ઉર્વશી રાઉતેલાએ ડોનેટ કર્યાં ૨૭ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ

30 April, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડમાં અભિનેત્રીએ આ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ડોનેટ કર્યા છે

ઉર્વશી રાઉતેલા

દેશમાં નિર્માણ થયેલી ઑક્સિજનની અછતને જોતાં ઉર્વશી રાઉતેલાએ ઉત્તરાખંડમાં ૨૭ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ડોનેટ કર્યાં છે. તાજેતરમાં જ અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્નાએ ૧૦૦ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ડોનેટ કર્યાં છે. અનેક લોકો જરૂરતમંદોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ડોનેટ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી હતી કે ‘ઉર્વશી રાઉતેલા ફાઉન્ડેશને ૨૭ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ઉત્તરાખંડમાં આપ્યાં છે. દરિયાદિલી દેખાડો અને ફેફસાંને બચાવો.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news urvashi rautela