ટોટલ ટાઇમપાસ : થ્રિલરમાં દેખાશે રકુલ

10 January, 2023 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને સુનીર ખેત્રપાલ પ્રોડ્યુસ કરશે

રકુલપ્રીત ​સિંહ

થ્રિલરમાં દેખાશે રકુલ

ડિરેક્ટર નિખિલ મહાજનની આગામી થ્રિલરમાં રકુલપ્રીત સિંહ દેખાવાની છે એવું જાણવા મળ્યું છે. રકુલ હાલમાં અનેક ફિલ્મોમાં બિઝી છે. એવામાં તેની પાસે આ એક નવો મિસ્ટરી-થ્રિલર પ્રોજેક્ટ આવ્યો છે. આ ફિલ્મને સુનીર ખેત્રપાલ પ્રોડ્યુસ કરશે. આ એક રીમેક પ્રોજેક્ટ છે. જોકે આ રીમેક છે એવી ચર્ચા છે અને એને કઈ ફિલ્મ પરથી બનાવવામાં આવશે એ નથી જાણવા મળ્યું. હાલમાં એની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. બધી ફૉર્માલિટી પૂરી થયા બાદ મેકર્સ એની જાહેરાત કરશે.

બીચ ટાઇમ

અનુષ્કા શર્મા હાલમાં જ તેની દીકરી વામિકા અને પતિ વિરાટ કોહલી સાથે બીચ પર જોવા મળી હતી. વિરાટ કોહલીએ આ ફોટો શૅર કર્યો છે જેમાં તેઓ બન્ને દીકરીનો હાથ પકડીને ચાલતાં જોવા મળી રહ્યાં છે. આ ફોટો શૅર કરીને વિરાટે ટ્વીટ કર્યું હતું કે ‘ભગવાન તેં અમને એટલી બધી ખુશી આપી છે કે હવે હું તમારી પાસે કંઈ નહીં માગું. બસ, તમારો આભાર વ્યક્ત કરવા 
માગું છું.’

‘શહઝાદા’ને પ્રોડ્યુસ કરશે કાર્તિક?

કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘શહઝાદા’ને પ્રોડ્યુસ કરશે એવું સાંભળવા મળ્યું છે. તે અન્ય પ્રોડ્યુસરો સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો છે. ઍક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરનાર કાર્તિક હવે પ્રોડ્યુસરની જવાબદારી પણ સંભાળવાનો છે. ‘શહઝાદા’નું શૂટિંગ ઘણા સમય અગાઉ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ અચાનક ફિલ્મને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. જો એ વખતે કોઈએ જવાબદારી ન લીધી હોત તો ફિલ્મને અભરાઈએ ચડાવી દેવામાં આવી હોત. આ ફિલ્મને બચાવવા માટે કાર્તિક આગળ આવ્યો. તેણે આ ફિલ્મ માટે ફી લેવાની ના પાડી દીધી હતી. એથી તમામ પ્રોડ્યુસરોએ મળીને તેને પ્રોડ્યુસર તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ કાર્તિક સામે મૂક્યો હતો. આ રીતે તે ફિલ્મનો પ્રોડ્યુસર બની ગયો હોવાની ચર્ચા છે. ‘શહઝાદા’ને રોહિત ધવને ડિરેક્ટ કરી છે. એમાં ક્રિતી સૅનન પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. 

rakul preet singh entertainment news bollywood news bollywood gossips bollywood anushka sharma virat kohli kartik aaryan