Entertainment Update :૧૨ કિલો વજન ઘટાડ્યા પછી સોહેલ ખાનની દશા જુઓ

13 August, 2026 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અલાયન્સ’ની સક્સેસ પાર્ટીમાં સોહેલ ખાનનો બદલાયેલો લુક જોઈને ચાહકો ચોંકી ગયા. ૧૨ કિલો વજન ઘટાડ્યા બાદ તેનો ચહેરો ઉતરી ગયેલો દેખાતાં તેની હેલ્થ અંગે ચર્ચા શરૂ થઈ છે.

૧૨ કિલો વજન ઘટાડ્યા પછી સોહેલ ખાનની દશા જુઓ

થોડા સમય પહેલાં જેમ સલમાન ખાનના ફોટો-વિડિયો જોઈને તેની તબિયત વિશે અટકળો શરૂ થઈ હતી એમ હવે તેના ભાઈ સોહેલ ખાનને જોઈને લોકો તેની હેલ્થ વિશે સવાલ કરી રહ્યા છે. હાલમાં જ પૂરા થયેલા રિયલિટી શો ‘અલાયન્સ’ની સક્સેસ-પાર્ટીમાં સોહેલને જોઈને લોકો ચોંકી ગયા હતા. ૧૨ કિલો વજન ઘટાડ્યા પછી તેનું મોઢું સાવ ઊતરી ગયું છે.

અનન્યા પાંડેએ ભીમાશંકર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં

અનન્યા પાંડેએ મંગળવારે ભીમાશંકર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં. પુણે જિલ્લામાં આવેલા આ જ્યોતિર્લિંગની પૂજાવિધિની પોતાની તસવીરો અનન્યાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

મિર્ઝાપુર : ધ મૂવીનું કાઉન્ટડાઉન શરૂ

વેબ-સિરીઝ તરીકે ત્રણ સીઝનમાં ધમાલ મચાવ્યા બાદ ‘મિર્ઝાપુર’ હવે ફિલ્મ તરીકે મોટા પડદા પર આવી રહી છે. ચોથી સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘મિર્ઝાપુર : ધ મૂવી’નું ટ્રેલર મંગળવારે રાત્રે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ, રસિકા દુગ્ગલ, અભિષેક બૅનરજી, જિતેન્દ્ર કુમાર વગેરે ઉપસ્થિત હતાં.

sohail khan Salman Khan Ananya Panday mirzapur entertainment news web series bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood