રામચરણને શેની વિનંતી કરી શાહરુખે?

11 January, 2023 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસ. એસ. રાજામૌલી હાલમાં ન્યુ યૉર્કમાં છે. ત્યાં તેઓ ગોલ્ડન ગ્લોબમાં હાજરી આપવાના છે

શાહરુખ ખાન

શાહરુખ ખાને હાલમાં જ રામચરણને એક વિનંતી કરી છે. જોકે આ વિનંતી થોડી અજીબ છે. શાહરુખનું ‘પઠાણ’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરને શૅર કરીને રામચરણે ટ્વીટ કર્યું હતું કે ‘હું ‘પઠાણ’ની ટીમને શુભેચ્છા પાઠવું છું. શાહરુખ ખાન સર તમને પહેલાં ક્યારેય ન જોઈ હોય એવી ઍક્શન કરતા જોવા માટે આતુર છું.’

રામચરણના આ ટ્વીટનો જવાબ આપતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘મારા મેગા પાવર સ્ટાર રામચરણનો હું ખૂબ જ આભાર માનું છું. તારી ‘RRR’ની ટીમ જ્યારે ઑસ્કર લઈને ભારત આવે ત્યારે મને એને ટચ કરવા માટે આપજો. તને ખૂબ જ પ્રેમ.’

‘RRR’ની ટીમને ઘેરી વળ્યા ફૅન્સ

એસ. એસ. રાજામૌલી, રામચરણ અને જુનિયર એનટીઆરને લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ‘RRR’ના સ્ક્રીનિંગ વખતે લોકો ઘેરી વળ્યા હતા. હૉલીવુડમાં આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ દુનિયાનું સૌથી મોટું આઇમૅક્સ સ્ક્રીનિંગ છે. ‘RRR’એ રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મની ટિકિટ્સ બુકિંગ ઓપન થયાની ફક્ત બે મિનિટની અંદર વેચાઈ ગઈ હતી. આ સ્ક્રીનિંગમાં રામચરણ, જુનિયર એનટીઆર અને એસ. એસ. રાજામૌલીએ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેમના ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા હતા. એસ. એસ. રાજામૌલી હાલમાં ન્યુ યૉર્કમાં છે. ત્યાં તેઓ ગોલ્ડન ગ્લોબમાં હાજરી આપવાના છે. આ ઇવેન્ટમાં ‘RRR’ને બેસ્ટ પિક્ચર - નૉન-ઇં​ગ્લિશ કૅટેગરી અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર માટે ‘નાટુ નાટુ’ સૉન્ગને પસંદ કરવામાં આવ્યું છે.

entertainment news Shah Rukh Khan pathaan RRR ram charan bollywood news bollywood gossips bollywood ss rajamouli