Coronavirusથી ઝઝૂમતા સતીશ કૌશિક પહોંચ્યા ઘરે, હવે દીકરી હૉસ્પિટલાઇઝ્ડ

29 March, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સતીશ કૌશિકને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે સકુશળ ઘરે પાછા આવી ગયા છે, પણ એક દુઃખદ સમાચાર એ છે કે હવે તેમની દીકરી હૉસ્પિટલમાં એડમિટ છે.

સતીશ કૌશિક (ફાઇલ ફોટો)

જાણીતા બૉલીવુડ એક્ટર સતીશ કૌશિકે તાજેતરમાં જ માહિતી આપી હતી કે તેમનો કોરોના ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, જેના પછી તેમણે પોતાને ઘરે જ ક્વૉરન્ટાઇન થઈ ગયા હતા. પણ તબિયક બગડતી જોઇ થોડાક દિવસ પહેલા જ મુંબઇના કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ રાહતના સમાચાર એ છે કે સતીશ કૌશિકને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે સકુશળ ઘરે પાછા આવી ગયા છે, પણ એક દુઃખદ સમાચાર એ છે કે હવે તેમની દીકરી હૉસ્પિટલમાં એડમિટ છે.

એક્ટરની દીકરીમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા બાદ તેમને પણ હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. અભિનેતા હાલ સ્વસ્થ થઈને ઘરે આવી ગયા છે પણ તેમની દીકરી હજી પણ હૉસ્પિટલમાં દાખલ છે. જો કે, દીકરીના રિપૉર્ટ્સ હવે નેગેટિવ આવી ગયા છે. આ માહ્તી અભિનેતાએ આપી દીધી છે. સ્પૉટબૉય સાથેની વાતચીતમાં સતીશે કહ્યું કે, "હું રિકવર કરી રહ્યો છું, જો કે, અમુક દિવસ માટે હજી પણ ઘરે ક્વૉરન્ટાઇન રહીશ. પણ મારી દીકરી વનિષ્કા છેલ્લા પાંચ દિવસતી હૉસ્પિટલમાં એડમિટ છે. તેનો કોવિડ ટેસ્ટ રિપૉર્ટ તો નૉર્મલ છે, પણ તેનો તાવ ઓછો થઈ રહ્યો નથી..પ્લીઝ તેની માટે પ્રાર્થના કરજો. હું જ્યારે ફોન પર રડતા રડતા તેનો અવાજ સાંભળું છું તો મને ખૂબ જ દુઃખ થાય છે."

જણાવવાનું કે એક્ટરે પોતાના ઇન્સ્ટા પર કોવિડ પૉઝિટીવ થવાની માહિતી આપી હતી. અભિનેતાએ લખ્યું હતું, "મહેરબાની કરી ધ્યાન આપશો. મારો કોરોના ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને બધાંને રિક્વેસ્ટ કરીશ કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. હું ઘરે છું અને ક્વૉરન્ટાઇન છું. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. આભાર." ઇ-ટાઇમ્સ પ્રમાણે સતીશ કૌશિકને ઘરે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના પછી ડૉક્ટર્સે તેને સલાહ આપી કે તે પોતાને હૉસ્પિટલમાં દાખલ કરાવી લે અને એક્ટરે પોતાને એડમિટ કરાવી લીધા.

satish kaushik bollywood news bollywood coronavirus covid19 entertainment news