સલમાન ખાન-નયનતારાની ફિલ્મમાં જૅકી શ્રૉફની એન્ટ્રી

10 August, 2026 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાન અને નયનતારાની આગામી ઍક્શન ફિલ્મમાં હવે જૅકી શ્રૉફની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં તેઓ વિલન નહીં પરંતુ વાર્તા માટે મહત્ત્વની દમદાર ભૂમિકામાં જોવા મળશે.

જૅકી શ્રૉફ

સલમાન ખાનની આગામી ઍક્શન ફિલ્મમાં તેની સાથે નયનતારાની જોડી જોવા મળશે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મ માટે જૅકી શ્રૉફને પણ સાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘જૅકી શ્રૉફે મુંબઈમાં સલમાન સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જ દમદાર છે અને તેના પાત્રને દર્શકો તરફથી સીટીઓ અને તાળીઓ મળવાની પૂરી શક્યતા છે.’ 
મળતી માહિતી પ્રમાણે જૅકી શ્રૉફ ફિલ્મમાં વિલનનો રોલ નથી કરી રહ્યો પણ તેનો રોલ ફિલ્મની વાર્તા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ફિલ્મમાં રાહુલ દેવ, અભિમન્યુ સિંહ અને અરવિંદ સ્વામી નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. ભારતમાં ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ ફિલ્મની ટીમ થોડા સમયના શૂટિંગ શેડ્યુલ માટે યુરોપ જશે.

jackie shroff Salman Khan nayanthara upcoming movie latest films indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood