પુણે પોલીસ ફાઉન્ડેશનમાં દાન કર્યું જૅકલિન ફર્નાન્ડિસે

13 May, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે વિવિધ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને એક લાખ લોકોને ખાવાનું પહોંચાડી રહી છે

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં જ પુણે પોલીસને નાણાકીય મદદ કરી છે. કોરોનામાં લોકો વિવિધ રીતે મદદ કરી રહ્યા છે. જૅકલિન પણ તેના યોલો ફાઉન્ડેશનની મદદથી તેનાથી બનતી તમામ મદદ કરી રહી છે. તે વિવિધ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને એક લાખ લોકોને ખાવાનું પહોંચાડી રહી છે. આ સાથે જ તેણે હાલમાં પુણે પોલીસ ફાઉન્ડેશનને મદદ કરી હતી. આ વિશે પુણે પોલીસે ટ્વીટ કર્યું હતું કે ‘પુણે પોલીસ ફાઉન્ડેશનમાં કૉન્ટ્રિબ્યુટ કરવા માટે પુણે પોલીસ જૅકલિન ફર્નાન્ડિસનો આભાર માને છે. આ મહામારીમાં અમારી ટીમ ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે ડ્યુટી ભજવી રહી છે અને તેમને આ મદદ ખૂબ જ લાભદાયી નીવડશે.’

આ ટ્વીટનો જવાબ આપતાં જૅકલિને ટ્વીટ કર્યું હતું કે ‘હું પુણે પોલીસને સૅલ્યુટ કરું છું જેઓ કોવિડ-19 સામે લોકોને સેફ રાખવા માટે સતત મદદ કરી રહી છે. આપણે આ મુસીબતમાં બધા સાથે છીએ.’

entertainment news bollywood bollywood news jacqueline fernandez coronavirus covid19