પરિણીતીનાં મેરેજ હવે ક્યારે... પ્રિયંકા ઓવર એક્સાઇટેડ છે

15 May, 2023 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે દિલ્હીના કૉનોટ પ્લેસમાં આવેલા કપૂરથલા હાઉસમાં તેમની સગાઈ થઈ હતી

મિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી

પરિણીતી ચોપડાની આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ બાદ હવે તેમનાં લગ્નને લઈને પ્રિયંકા ચોપડા જોનસ ખૂબ એક્સાઇટેડ છે. શનિવારે દિલ્હીના કૉનોટ પ્લેસમાં આવેલા કપૂરથલા હાઉસમાં તેમની સગાઈ થઈ હતી. તેમને આશીર્વાદ આપવા માટે અનેક સેલિબ્રિટીઝ અને પૉલિટિશ્યન્સ હાજર હતા. પરિણીતીનું સાચું નામ તીશા છે. ફૅમિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ તીશા અને રાઘવ. તમારાં લગ્નને લઈને એક્સાઇટેડ છું. તમારા બન્ને અને ફૅમિલી માટે ખુશ છું. ફૅમિલી સાથે મળીને ખૂબ મજા આવે છે.’

entertainment news parineeti chopra raghav chadha bollywood news bollywood gossips bollywood priyanka chopra