‘પઠાણ’નો બૉક્સ ઑફિસ પર ડંકો, બે દિવસમાં ૧૨૦ કરોડની કમાણી

27 January, 2023 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મે વર્લ્ડવાઇડ ૨૩૫ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યુ

`પઠાણ`નું પોસ્ટર

શાહરૂખ ખાન (Shah Rukh Khan), દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જ્હોન અબ્રાહમ (Jhon Abraham) સ્ટારર ફિલ્મ `પઠાણ` (Pathaan)નો બૉક્સ ઓફિસ પર બીજા દિવસે પણ દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક કલેક્શન કયા૭ પછી સતત બીજા દિવસે પણ બૉક્સ ઑફિસ પર કલેક્શનના રેકૉર્ડ બ્રેક કર્યા છે. ઓપનિંગના દિવસે ૫૫ કરોડનું કલેક્શન કર્યા બાદ બીજા દિવસે ફિલ્મે ૭૦ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું.

`પઠાણ`એ ભારતમાં પ્રથમ દિવસે ૫૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ, ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ૧૦૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ રિલીઝના બીજા દિવસે એટલે કે ગણતંત્ર દિવસ પર `પઠાણે` ભારતમાં લગભગ ૭૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે `પઠાણ`એ બે દિવસમાં ૧૨૫ કરોડ રુપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. તેમજ ફિલ્મના તમિલ અને તેલુગુ વર્ઝને બીજા દિવસે ૪.૫૦ કરોડથી ૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો - ‘પઠાણ’ માત્ર ફિલ્મ હોય શકે ગુંજશે તો ‘જય શ્રી રામ’ : કંગના રનોટ

બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, ફિલ્મ `પઠાણ`ના હિન્દી વર્ઝને બીજા દિવસે ૭૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા દિવસે આટલી કમાણી કરનાર `પઠાણ` પ્રથમ ફિલ્મ બની છે અને એક ઈતિહાસ રચ્યો છે.

ફિલ્મ `પઠાણ`એ કાશ્મીરમાં છેલ્લા ૩૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં બધા જ શો હાઉસફૂલ જાય છે. ફિલ્મને કેરળમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે ત્યાંથી ૧.૨૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તે સિવાય માત્ર નેશનલ મલ્ટિપ્લેક્સ ચેઈન - પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસે ૩૧.૬૦ કરોડ રુપિયાનું કલેક્શન આપ્યું હતું.

આંકડાઓ જોતા લાગે છે કે, ફિલ્મ પહેલા વિકએન્ડમાં જ ૨૦૦ કરોડના આંકડાને પાર કરી જશે.

આ પણ વાંચો - પઠાન રિવ્યુ : ઍવરેજ ડાયલૉગ સાથે ‘પઠાન’નું કમબૅક

સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) દિગ્દર્શિત ફિલ્મ દ્વારા શાહરુખ ખાને ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર કમબૅક કર્યું છે. ગ્લેમર, એક્શન, થ્રિલર, ડ્રામા અને સસપેન્સથી ભરપૂર ફિલ્મનો રિલીઝ પહેલાં જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કલેક્શનને જોતા લાગે છે કે, આ વિરોધીઓની ફિલ્મ પર કોઈ અસર નહીં થાય!

entertainment news bollywood bollywood news pathaan box office Shah Rukh Khan deepika padukone john abraham siddharth anand