25 January, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી
કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતા સડક સુરક્ષા અભિયાનનાં ત્રીજા વર્ષે બૉલીવુડના અભિનેતા પંકજ ત્રિપાઠી અને અમિતાભ બચ્ચન આજે બાળકોને રોડ સેફ્ટીના પાઠ ભણાવશે. સડક સુરક્ષા અભિયાન અંતર્ગત આજે મુંબઈમાં ટેલિથૉનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બન્ને અભિનેતા ફરી એક વખત સહભાગી થશે. આ વર્ષે સડક સુરક્ષા અભિયાનની થીમ ‘પરવાહ કરેંગે, સુરક્ષિત રહેંગે’ રાખવામાં આવી છે.
અભિનેતા પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘આ પહેલનો ઉદ્દેશ અસંખ્ય વ્યક્તિઓ અને ખાસ કરીને આપણાં બાળકોના જીવનની રક્ષા કરવાનો છે. બીજાની ભલાઈ આપણી સામૂહિક જવાબદારી છે. ખાસ કરીને સડક પર એક સુરક્ષિત જીવનની દિશામાં આ એક ઉત્તમ પગલું છે.’
સડક અભિયાનનાં ત્રીજા વર્ષના આજના આયોજનમાં બન્ને અભિનેતા બાળકોને રોડ સેફ્ટીની માહિતી આપવાની સાથે તેઓ બાળકો માટે સડક કઈ રીતે સુરક્ષિત કરવી, સ્કૂલ ઝોનમાં સુરક્ષાની જરૂરિયાત જેવા મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે.