સ્ટાઇલિશ ક્રાઇમ ફિલ્મ બનાવવી મારું સપનું હતું: વસન બાલા

29 July, 2021 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવ, હુમા કુરેશી, રાધિકા આપ્ટે, સિકંદર ખેર અને આકાંશા રંજન કપૂરની ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ની જાહેરાત કરવામાં આવી હતી

રાજકુમાર રાવ, વસન બાલા

વસન બાલાનું કહેવું છે કે સ્ટાઇલિશ ક્રાઇમ ફિલ્મ બનાવવી એ તેનું સપનું હતું. ગઈ કાલે જ રાજકુમાર રાવ, હુમા કુરેશી, રાધિકા આપ્ટે, સિકંદર ખેર અને આકાંશા રંજન કપૂરની ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ની જાહેરાત કરવામાં આવી હતી. આ એક ક્રાઇમ ફિલ્મ છે જેને વસન બાલાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ વિશે વાત કરતાં વસન બાલાએ કહ્યું હતું કે ‘સ્ટાઇલિશ ક્રાઇમ ફિલ્મ બનાવવી એ મારું સપનું હતું. મૅચબૉક્સ શૉટ્સ સાથે મળીને નેટફ્લિક્સ માટે આ ફિલ્મ બનાવવી મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. સ્ટાઇલિશ ક્રાઇમ ફિલ્મનું યુનિવર્સ એકદમ અલગ છે. લાલચ, પ્રેમ, ધોકો અને ગુસ્સો આ તમામ બાબત આ ક્રાઇમ ફિલ્મમાં મહત્ત્વનો પાર્ટ ભજવે છે.’

entertainment news bollywood bollywood news upcoming movie rajkummar rao huma qureshi radhika apte