ફિલ્મની જેમ જ મહિલાઓની બાબતમાં પણ આમિર ખાનની પસંદગી ઘણી સારી રહી છે

16 June, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટમાં એક તબક્કે કાજોલ અને જુહી ચાવલાએ આમિરની સારી એવી મજાક ઉડાવી હતી

‘લગાન’ ફિલ્મે ૨૫ વર્ષ પૂર્ણ કર્યાં એની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

‘લગાન’ ફિલ્મે ૨૫ વર્ષ પૂર્ણ કર્યાં એની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આમિર ખાન, સલમાન ખાન, જાવેદ અખ્તર, કાજોલ અને જુહી ચાવલા સહિત બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ઇવેન્ટમાં એક તબક્કે કાજોલ અને જુહી ચાવલાએ આમિરની સારી એવી મજાક ઉડાવી હતી.

કાજોલે હસતાં-હસતાં કહ્યું કે આમિર ખાનની ફિલ્મો જોઈને સાબિત થઈ ગયું છે કે ફિલ્મોની પસંદગીમાં તેની પસંદગી ખૂબ જ શાનદાર છે. જોકે પછી તેણે મજાકિયા અંદાજમાં ઉમેર્યું કે મહિલાઓની બાબતમાં પણ આમિરની પસંદગી ઘણી સારી રહી છે. કાજોલની આ વાત સાંભળીને આમિર થોડું શરમાઈને હસવા લાગ્યો હતો. જુહીએ પણ હળવા ટોનમાં રમૂજી અંદાજમાં કહ્યું હતું કે ‘જો હું આમિર વિશે બોલવાનું શરૂ કરીશ તો આખી સાંજ પૂરી થઈ જશે. જેણે મારી સાથે કામ કર્યું છે તે આજે ક્યાં પહોંચી ગયો છે એ જ જોઈ લો.’

lagaan bollywood events aamir khan juhi chawla kajol kiran rao entertainment news bollywood bollywood news