‘દસારા’ના ૧૩૦ મેમ્બર્સને ૧૦ ગ્રામનો એક-એક કૉઇન ગિફ્ટ કર્યો કીર્તિએ

22 March, 2023 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તોલાની કિંમત અંદાજે ૬૨,૦૦૦ રૂપિયાની આસપાસ છે અને એથી ટોટલ રકમ ૮૦ લાખ રૂપિયાની આસપાસ થાય છે

કીર્તિ સુરેશ

કીર્તિ સુરેશે તેની ‘દસારા’ની ટીમના ૧૩૦ મેમ્બર્સને ગોલ્ડ કૉઇન ગિફ્ટ કર્યો છે. આ એક ગોલ્ડ કૉઇન ૧૦ ગ્રામ એટલે કે એક તોલાનો છે. એક તોલાની કિંમત અંદાજે ૬૨,૦૦૦ રૂપિયાની આસપાસ છે અને એથી ટોટલ રકમ ૮૦ લાખ રૂપિયાની આસપાસ થાય છે. સાઉથના ઍક્ટર નાની સાથેની ‘દસારા’ના શૂટિંગના છેલ્લા દિવસે કીર્તિ ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી અને તેણે દરેકને ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હતું. આ એક પિરિયડ ઍક્શન મૂવી છે જેની સ્ટોરી તેલંગણની આસપાસની કોલસાની ખાણની આસપાસ ફરે છે. આ ફિલ્મને ફિલ્મેકર સુકુમારની અન્ડર તૈયાર થયેલા શ્રીકાંત ઓડેલાએ ડિરેક્ટ કરી છે. ડિરેક્ટર તરીકેની તેની આ ડેબ્યુ ફિલ્મ છે જે ૩૦ માર્ચે રિલીઝ થશે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india