કરણ જોહરની ‘જુગ જુગ જિયો’માં કૉપીરાઇટનું ઉલ્લંઘન

21 June, 2022 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલીઝ કરતાં પહેલાં રાંચી કોર્ટમાં દેખાડવાનું ફરમાન

‘જુગ જુગ જિયો’નું પોસ્ટર

કરણ જોહરની ‘જુગ જુગ જિયો’ પર કૉપીરાઇટનું ઉલ્લંઘન કરવાનો આરોપ રાંચીના રાઇટર વિશાલ એ. સિંહે મૂકતાં રાંચી કોર્ટે એને રિલીઝ અગાઉ દેખાડવાનું ફરમાન બહાર પાડ્યું છે. અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણીની આ ફિલ્મ ૨૪ જૂને થિયેટર્સમાં રિલીઝ થવાની છે. વિશાલ સિંહનો દાવો છે કે તેણે ‘બન્ની રાઈ’ ટાઇટલવાળી આ સ્ક્રિપ્ટ ધર્મા પ્રોડક્શન્સને ઈ-મેઇલ કરી હતી. જોકે પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં અને હવે એની ફિલ્મ બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે રાઇટરે કોર્ટનું શરણ લીધું છે. આ મુદ્દા પર હજી સુધી કરણ જોહર કે તેના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રાંચી કોર્ટે આદેશ આપ્યા છે કે ‘જુગ જુગ જિયો’ રિલીઝ થાય એ અગાઉ કોર્ટને દેખાડવામાં આવે જેથી કરીને જાણી શકાય કે ખરા અર્થમાં કૉપીરાઇટનું ઉલ્લંઘન થયું છે કે નહીં. 

entertainment news bollywood bollywood news upcoming movie karan johar anil kapoor kiara advani neetu singh neetu kapoor varun dhawan ranchi