કંગના રનોટનું ટ્વિટર પર કમબૅક

25 January, 2023 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભડકાઉ ટ્વીટને કારણે તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું

કંગના રનોટ

કંગના રનોટે ટ્વિટર પર કમબૅક કર્યું છે. ટ્વિટર પર આવતાની સાથે જ તેણે તેની ‘ઇમર્જન્સી’નું શૂટિંગ પૂરું થયું છે એની જાહેરાત એક બિહાઇન્ડ ધ સીન વિડિયો દ્વારા કરી છે. આ ફિલ્મ ઇન્દિરા ગાંધીની બાયોપિક છે. કંગના ટ્વિટર પર તેની બેફામ ટ્વીટ માટે જાણીતી છે. તેની ભડકાઉ ટ્વીટને કારણે તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે ટ્વિટરને ઇલૉન મસ્કે ખરીદી લીધું હોવાથી તેનું અકાઉન્ટ ફરી શરૂ થયું હતું. જોકે એમ છતાં કંગનાએ ઘણા દિવસ બાદ કમબૅક કર્યું છે. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘શૂટિંગ પૂરું થયું છે. ‘ઇમર્જન્સી’નું શૂટિંગ સફળતાપૂર્વક પૂરું થયું છે. તમને દરેકને ૨૦ ઑક્ટોબરે થિયેટર્સમાં મળીશું.’

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut upcoming movie twitter