28 March, 2023 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જયા બચ્ચન અને માધુરી દીક્ષિત
નેટફ્લિક્સ(Netflix)ની `ધ બિગ બેંગ થિયરી`(The Big Bang Theory)એ માધુરી દીક્ષિત (Madhuri Dixit)ને `લેપરસ પ્રોસ્ટિટ્યુટ` કહ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ શોની બીજી સીઝનમાં માધુરી દીક્ષિત માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના પછી OTT પ્લેટફોર્મ Netflix ને કાનૂની નોટિસ મળી હતી. હવે અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચન(Jaya Bachchan on Madhuri Dixit)એ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ કહ્યું કે તેની જીભ બહુ ચાલે છે.... ચાલો જાણીએ આખરે મામલો શું છે.
`ધ બિગ બેંગ થિયરી`(The Big Bang Theory)ની બીજી સીઝનના પ્રથમ એપિસોડમાં એક દ્રશ્ય છે જ્યાં શેલ્ડન (Jim Parsons)ઐશ્વર્યા રાય બચ્ચનની તુલના માધુરી દીક્ષિત સાથે કરે છે. તે કહે છે, `આ ઐશ્વર્યા રાય બચ્ચન છે. મને લાગે છે કે તે ગરીબોની માધુરી દીક્ષિત છે. આ સાંભળીને રાજ (કુણાલ નય્યર) ગુસ્સે થઈ જાય છે અને કહે છે, `આવું કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ. ઐશ્વર્યા દેવી છે. તેની સરખામણીમાં માધુરી દીક્ષિત એક `લેપરસ પ્રૉસ્ટિટ્યુટ` છે.
આ પણ વાંચો: પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના સંબંધ પર લાગી મહોર, જુઓ આ ટ્વિટ
કુણાલ નય્યરના `લેપરસ પ્રોસ્ટિટ્યૂટ` નિવેદનથી માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ તેના તમામ ચાહકો અને સ્ટાર્સ પણ ગુસ્સે થયા હતા. તેના પર જયા બચ્ચને પણ ઘણી નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, " શું આ છોકરો (કુણાલ નય્યર) નાનો બાળક છે. ખૂબ જ ખરાબ ભાષા. તેને પાગલખાનામાં મોકલવો જોઈએ. તેના પરિવારને પણ જણાવવું જોઈએ કે આ શબ્દો સાંભળીને તેઓ કેવું અનુભવી રહ્યા છે." તમને જણાવી દઈએ કે `લેપરસ પ્રોસ્ટિટ્યૂટ` એટલે કે રક્તપિત્તથી પીડિત સેક્સ વર્કર.
બીજી તરફ, ઉર્મિલા માતોંડકર પણ આ ટિપ્પણી સાંભળીને આશ્ચર્યચકિત છે. તેણે કહ્યું કે તેણે હજુ સુધી આ શો જોયો નથી. પરંતુ જો આવા વાંધાજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે લોકોની ગંદી માનસિકતા દર્શાવે છે. તેમને શું લાગે છે કે આ મજાક છે, તે સારું લાગે છે! આ સાથે જ દિયા મિર્ઝાએ પણ તેને શરમજનક ગણાવ્યું હતું.