જૅકલિન ફર્નાન્ડિસ બિઝનેસમેન બૉયફ્રેન્ડ સાથે ૧૭૫ કરોડ રુપિયાના ઘરમાં રહેવા જશે?

17 June, 2021 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાઉથના બિઝનેસમેન સાથે અભિનેત્રી સિરિયસ રિલેશનશિપમાં હોવાની ચર્ચા, તેની સાથે રહેવા માટે જુહુમાં ઘર ખરીદ્યું

જૅકલિન ફર્નાન્ડિસની ફાઇલ તસવીર

બૉલિવૂડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) અત્યારે તેની રિલેશનશિપને કારણે સખત ચર્ચામાં છે. અભિનેત્રી સાઉથના એક બિઝનેસમેનને ડેટ કરતી હોવાના સમાચાર છે. એટલું જ નહીં, બિઝનેસમેન બૉયફ્રેન્ડ સાથે લિવ ઈનમાં રહેવા માટે નવા ઘરમાં જવાની છે. જૅકલિન ફર્નાન્ડિસે અત્યાર સુધી તેના સંબંધને છુપાવીને રાખ્યો હતો.

ઇટાઈમ્સના અહેવાલ પ્રમાણે, જૅકલિન ફર્નાન્ડિસ છેલ્લા બે મહિનાથી જુહુ અને બાંદ્રાની વચ્ચે સી ફેસિંગ ઘર શોધતી હતી. અનેક ઘર જોયા બાદ અભિનેત્રી અને તેના બૉયફ્રેન્ડે જુહુમાં એક સી ફેસિંગ બંગલો ફાઇનલ કર્યો છે. બંને ટૂંક સમયમાં આ બંગલોમાં રહેવા જશે. આ બંગલાની કિંમત ૧૭૫ કરોડ રુપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બંગલાના ઇન્ટિરિયરનું કામ ફ્રાન્સના એક ડિઝાઈનરને આપવામાં આવ્યું છે. જે આ આખો બંગલો સજાવશે. આ બંગલા માટે અભિનેત્રીએ થોડાં રૂપિયા આપી દીધા છે અને અનલૉક થયા બાદ ફાઇનલ પેપર વર્ક કરવામાં આવશે.

અભિનેત્રીનો બૉયફ્રેન્ડ સાઉથ ઇન્ડિયામાં રહે છે અને જલ્દી મુંબઈ શિફ્ટ થશે. બિઝનેસમેન બૉયફ્રેન્ડ સાથે જૅકલિન ફર્નાન્ડિસના સંબંધો ગંભીર હોવાનું કહેવાય છે. બંને જણ સતત વીડિયો કૉલ પર વાત કરતા હોય છે અને આ ઘર પણ તેમણે વીડિયો કૉલના માધ્યમથી જ ફાઇનલ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, જૅકલિન ફર્નાન્ડિસ આ પહેલાં હેરીનના પ્રિન્સ ડસન બિન રાશિદને ડેટ કરતી હોવાના અહેવાલ છે. ત્યારબાદ તેનું નામ બૉલિવૂડ ડિરેક્ટર સાજીદ ખાન સાથે જોડાયુ હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિક 2’ માં, રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ અને ‘બચ્ચન પાંડે’માં જોવા મળશે.

entertainment news bollywood bollywood news bollywood gossips jacqueline fernandez juhu