ગયા વર્ષે કંતારા, આ વર્ષે નરસિમ્હા: ગણેશ પંડાલમાં દેખાયો હોમ્બલે ફિલ્મ્સનો દબદબો

27 August, 2025 06:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મોને વિચાર્યા કરતાં વધારે સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મોનો જાદૂ સિનેમા હૉલથી માંડીને સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સુધી જોવા મળ્યો છે. જેમ કે ગયા વર્ષે ગણેશ ચતુર્થીના અવસરે એક પંડાલમાં ગણપતિની મૂર્તિ પોતાના લુકને કારણે વાયરલ થઈ હતી.

ગયા વર્ષે કંતારા, આ વર્ષે નરસિમ્હા

કંતારા અને મહાવતાર નરસિમ્હા સાથે જોડાયેલા ગણપતિ પંડાલો સાથે, હોમ્બલે ફિલ્મ્સ લોકો પર ઊંડી સાંસ્કૃતિક છાપ છોડી રહી છે.

હોમ્બલે ફિલ્મ્સ ભારતીય સિનેમાનું સૌથી મોટું પ્રૉડક્શન હાઉસ બનીને સામે આવ્યું છે. તેને ખાસ તો બહેતરીન ફિલ્મોને સપૉર્ટ કરવા માટે પણ ઓળખવામાં આવે છે, જે આગળ જતાં સાંસ્કૃતિક પ્રતીક બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બેનરે ઘણી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે, જે આખા ભારતના સિનેમાઘરોમાં રાજ કરે છે. સૌથી પહેલા બેનરે લોકકથા કંતારા રિલીઝ કરી જેણે ફક્ત બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ તોડ કમાણી જ નહીં પણ લોકો દ્વારા ખૂબ જ પસંદ પામેલી ફિલ્મમાં પણ પોતાનું નામ નોંધાવ્યું. તો, આ વર્ષે હોમ્બલે ફિલ્મ્સે પૌરાણિક સ્ટોરી મહાવતાર નરસિમ્હા રિલીઝ કરી, જેણે બૉક્સ ઑફિસના રોકૉર્ડ તો તોડ્યા જ પણ સાથે સૌથી મોટી ભારતીય એનિમેશન ફિલ્મ બનવાનો દરજ્જો પણ હાંસલ કર્યો.

આ ફિલ્મોને વિચાર્યા કરતાં વધારે સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મોનો જાદૂ સિનેમા હૉલથી માંડીને સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સુધી જોવા મળ્યો છે. જેમ કે ગયા વર્ષે ગણેશ ચતુર્થીના અવસરે એક પંડાલમાં ગણપતિની મૂર્તિ પોતાના લુકને કારણે વાયરલ થઈ હતી. હકીકતે, ભગવાનની મૂર્તિને ભૂતકોલા પોશાખમાં શણગારવામાં આવી હતી, જે કતારાની લોકપ્રિયતાને બતાવતી હતી. એવામાં આ વર્ષે પણ ગણેશોત્સવના અવસરે ચારેબાજુ સિનેમાની અસર જોવા મળી રહી છે. એક મોટા પંડાલમાં ગણપતિની મૂર્તિની સાથે વિશાળ મહાવતાર નરસિમ્હાની પ્રતિમા પણ શણગારવામાં આવી ચે. આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે હોમ્બલેની સ્ટોરીઝ દર્શકો પર ઊંડી છાપ છોડે છે. આ ફિલ્મો સિનેમાઘરોમાં નહીં પણ રિયલ લાઇફમાં પણ આગળ વધીને ધર્મ, તહેવાર અને લોકોના મન સુધી પહોંચી રહી છે.

હોમ્બલે ફિલ્મ્સ આજે ભારતીય સિનેમાનો સૌથી પાવરફુલ પ્રૉડક્શન હાઉસ બની ગયું છે, જેણે અનેક મોટી પૅન-ઇન્ડિયા બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે. મોટી ફિલ્મો માટે જાણીતા આ સ્ટૂડિયોએ સારા કલાકારો, જાણીતા ટૅક્નિશિયન્સ, દળદાર બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક અને જબરજસ્ત સ્ટોરીઝને એક સાથે લાવીને દર્શકોને અદ્વિતીય અનુભવ આપ્યો છે. KGF: ચૅપ્ટર 1 અને 2, કંતારા અને સાલાર: પાર્ટ1- સીઝફાયર જેવી દળદાર ફિલ્મોની સાથે હોમ્બલે ફિલ્મ્સે હંમેશાં સાબિત કર્યું છે કે તે ભારતીય સિનેમામાં સફળતાની વ્યાખ્યા બદલે છે.

KGF ફ્રેન્ચાઇઝ હોમ્બલે ફિલ્મ્સની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. યશ અભિનીત આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલાથી જ રિલીઝ થયેલી KGF: ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એ મળીને લગભગ ₹1500 કરોડની કમાણી કરી છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફ્રેન્ચાઇઝીમાંની એક બનાવે છે.

હૃદય પર રાજ કરતી હોમ્બલે ફિલ્મ્સ પાસે દર્શકો માટે એક એન્ટરટેઈન્મેન્ટ લાઇનઅપ છે. જેમાં 2 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થતી કંતારા: ચેપ્ટર 1, સલાર: ભાગ 2 - શૌર્યંગ પર્વ સાથે આગામી દિવસોમાં મનોરંજન પણ કરવા જઈ રહી છે. તાજેતરના વિશે વાત કરીએ તો, હોમ્બલે ફિલ્મ્સે ઋતિક રોશન સાથેની તેમની નવી ફિલ્મની પણ જાહેરાત કરી છે.

entertainment news south india ganpati ganesh chaturthi mumbai news mumbai maharashtra news maharashtra