ફારાહ ખાને લીધો ગંગા આરતી કરવાનો લહાવો

26 August, 2025 07:09 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ફારાહે પણ પોતાના સોશ્યલ મીડિયામાં એક ટૂંકો વિડિયો પોસ્ટ કર્યો જેમાં લખ્યું, ‘પહેલી વાર હૃષીકેશ અને કેવો અદ્ભુત અનુભવ!’

ફિલ્મમેકર ફારાહ ખાન

ફિલ્મમેકર ફારાહ ખાન અને તેના રસોઇયા દિલીપના વ્લૉગે બધાનું દિલ જીતી લીધું છે. હાલમાં ફારાહ ખાન અને દિલીપ મૉલદીવ્સ ગયાં હતાં અને હવે તેઓ હૃષીકેશ પહોંચ્યાં છે. ફારાહના મૅનેજર કલ્પેશ શર્માએ તાજેતરમાં ફારાહ અને દિલીપ ગંગા આરતીમાં ભાગ લેતાં હોય એવા ફોટો શૅર કર્યા છે. આમાંથી એક ફોટોમાં ફારાહ દુપટ્ટાથી માથું ઢાંકીને, હાથ જોડીને ગંગા આરતીના આધ્યાત્મિક અનુભવમાં લીન થયેલી જોવા મળે છે તેમ જ દિલીપ અને કલ્પેશ તેની પાછળ બેઠેલા હતા. બીજા ફોટોમાં ફારાહ આરતીની વિધિ કરતી જોવા મળે છે.

ફોટો શૅર કરતાં કલ્પેશે પોસ્ટની કૅપ્શન લખી, ‘ગંગાની ગર્જના અને શિવની શાંતિમાં બ્રહ્માંડને એનું સંતુલન મળે છે. #ગંગાઆરતી આશીર્વાદ. આભાર @farahkhankunder તમે જે કરો છો એ બધા માટે.’

ફારાહે પણ પોતાના સોશ્યલ મીડિયામાં એક ટૂંકો વિડિયો પોસ્ટ કર્યો જેમાં લખ્યું, ‘પહેલી વાર હૃષીકેશ અને કેવો અદ્ભુત અનુભવ!’

farah khan uttarakhand religious places india national news bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news