રવિન્દ્ર જાડેજા છે કે અલ્લુ અર્જુન? તફાવત કહેવો થઇ જશે મુશ્કેલ, જુઓ તસવીર

13 January, 2022 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ. તે અલ્લુ અર્જુનને સારી કોમ્પિટિશન આપી રહ્યા છે. તો બીજી બાજુ યુઝર્સે અવાર-નવાર ઈન્ડિયન સિનેમાની પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નરને પણ ચેતવણી આપી દીધી છે.

રવિન્દ્ર જાડેજા છે કે અલ્લુ અર્જુન? તફાવત કહેવો થઇ જશે મુશ્કેલ, જુઓ તસવીર

ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Cricketer Ravindra Jadeja) અત્યારે ઇન્જરીને કારણે ઘેર બેઠા છે. બાપુના હુલામણા નામથી જાણીતા રવિન્દ્ર જાડેજા ઘરે બેઠાં બેઠા ફિલ્મી લૂક્સ ટ્રાય કરીને ફેન્સને આગવું એક્સાઇટમેન્ટ આપ્યા કરે છે. હાલમાં જ રવિન્દ્ર જાડેજાએ પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપતા હોય તેવી તસવીર શૅર કરી છે. યૂઝર્સ આ તસવીરને જોઈને એવું કહેવા લાગ્યા કે રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ. તે અલ્લુ અર્જુનને સારી કોમ્પિટિશન આપી રહ્યા છે. તો બીજી બાજુ યુઝર્સે અવાર-નવાર ઈન્ડિયન સિનેમાની પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નરને પણ ચેતવણી આપી દીધી છે.

છેલ્લા કેટલાક સમયથી સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ `પુષ્પાઃ ધ રાઇઝ` ચર્ચામાં રહી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ રવીંદ્ર જાડેજાએ અલ્લુ અર્જુન જેવી જ એક્ટિંગ કરતો વીડિયો શેર કર્યો હતો.

વળી જે ફોટો શેર કર્યો તેના કેપ્શનમાં તેમણે પુષ્પાઃ ધ રાઈઝનો એક ડાયલોગ પણ લખ્યો છે તથા ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તેની જાણ પણ કરી છે.

રવીન્દ્ર જાડેજા લિગામેન્ટ ઈન્જરીથી ઝઝૂમી રહ્યા છે. જાડેજાને રિકવર થતા મહિનાઓ લાગી શકે છે. જો તે સર્જરી કરાવે તો તે IPL 2022ની આસપાસ જ સાજા થઈ શકશે. સોશિયલ મીડિયામાં ફિલ્મ `પુષ્પાઃ ધ રાઇઝ` ના એક સંવાદ પર બનાવેલો જાડેજા બાપૂનો વીડિયો વાયરલ થયો છે.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં યૂઝર્સે રવીંદ્ર જાડેજાની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા, તથા તેમને પુષ્પા ધ રાઈઝના બીજા ભાગમાં લીડ રોલ મળી જશે તેવી ચર્ચા પણ કરી છે. આની સાથે જ અન્ય એક યૂઝરે જણાવ્યું હતું કે ડેવિડ વોર્નર તું ચેતી જજે.

bollywood news bollywood bollywood gossips entertainment news ravindra jadeja sports news sports cricket news