મેક્સિકોમાં ફ્રેન્ડ્સ સાથે ન્યુ યર સેલિબ્રેશન કરશે ભૂમિ

23 December, 2022 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે તે ટોટલ સાત ફિલ્મોમાં કામ કરી રહી છે અને તે હવે એમાંથી બ્રેક લઈને ન્યુ યર સેલિબ્રેટ કરવા જઈ રહી છે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર હવે મેક્સિકોમાં તેના ફ્રેન્ડ્સ સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે તે ટોટલ સાત ફિલ્મોમાં કામ કરી રહી છે અને તે હવે એમાંથી બ્રેક લઈને ન્યુ યર સેલિબ્રેટ કરવા જઈ રહી છે. લૉકડાઉન ઊઠ્યું ત્યારથી તે સતત કામ કરી રહી છે અને તે હવે તેના ફ્રેન્ડ્સ સાથે વેકેશન પર જવા માગે છે. તેની ‘ગોવિંદા નામ મેરા’ હાલમાં જ રિલીઝ થઈ છે. હવે તેની અનુભવ સિંહાની ‘ભીડ’, અજય બહલની ‘ધ લેડી કિલર’, સુધીર મિશ્રાની ‘અફવા’, ગૌરી ખાનની ‘ભક્ષક’, મુદસ્સર અઝીઝની ‘મેરે હસબન્ડ કી બીવી’ અને અન્ય​ ફિલ્મો પણ છે.

entertainment news bollywood news bollywood gossips bollywood new year bhumi pednekar mexico