27 June, 2026 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂમિ પેડણેકરે પહેરેલું ગાઉન છે ચાર લાખ રૂપિયાનું
ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક અવૉર્ડ્સ નાઇટમાં પોતાના ગ્લૅમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે તેણે રોમાનિયન ડિઝાઇનરે ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું જેની કિંમત અંદાજે ૪,૧૧,૨૮૦ છે. આ આકર્ષક ગાઉનમાં હૉલ્ટર નેકલાઇન સાથે સૉફ્ટ ડ્રેપિંગ આપવામાં આવ્યું હતું, જે ખભા અને ગળાની સુંદરતા વધુ નિખારતું હતું. ગાઉનના થાઈ-હાઈ ફ્રન્ટ સ્લિટે એને આધુનિક સ્પર્શ આપ્યો હતો. આ ગાઉનની સુંદરતા સારી રીતે હાઇલાઇટ થાય એ માટે ભૂમિએ પોતાના લુકને ખૂબ જ સરળ અને એલિગન્ટ રાખ્યો હતો.