શૂટિંગ શરૂ કરવા માટે હું ક્યારની થનગની રહી હતી: ભૂમિ પેડણેકર

15 June, 2021 09:16 AM IST  |  Mumbai | Harsh Desai

તે આજથી તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે ફરી શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ થનગની રહી હતી. તે આજથી તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહી છે. મુંબઈમાં ફક્ત આઠ કલાક શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુંબઈને પાંચ લેવલમાં અનલૉક કરવામાં આવ્યું છે, જેમાં શૂટિંગ માટે પણ પરવાનગી મળી છે. આથી ઘણી ફિલ્મોએ શૂટિંગ ફરી શરૂ કર્યું છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હું ફરી સેટ પર જવા અને કામ શરૂ કરવા માટે થનગની રહી છું. મહારાષ્ટ્રમાં અનલૉક થતાં જ મેં ફરી કામ શરૂ કર્યું હોવાથી પોતાને નસીબદાર માનું છું. છેલ્લા એક વર્ષથી પૅન્ડેમિકને કારણે ઇન્ડસ્ટ્રીએ ઘણું ભોગવ્યું છે.’

તેની ફિલ્મના દરેક કર્મચારીને વૅક્સિન આપ્યા બાદ શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કર્મચારીઓને વૅક્સિન આપવા માટે કરણ જોહર, ફરહાન અખ્તર, આદિત્ય ચોપડા, સિદ્ધાર્થ રૉય કપૂર અને આનંદ પંડિત જેવા ઘણા પ્રોડ્યુસરે મદદ કરી છે. આ વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે ઇન્ડસ્ટ્રીને રીસ્ટાર્ટ કરવા માટે દરેક પ્રોડ્યુસર જરૂરી તમામ પગલાં લેશે. ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા લોકો સાથે આવીને કર્મચારીઓને વૅક્સિન આપી રહ્યા છે એ ખૂબ જ સારી વાત છે. અમે ખૂબ જ સુરક્ષિત પર્યાવરણમાં કામ કરીશું જેથી દરેકની સેફટી જળવાઈ રહે. વૅક્સિનને કારણે રિસ્ક ખૂબ જ ઓછું થઈ ગયું છે અને એનાથી રોજિંદું કામ કરીને કમાનાર લોકોની ફૅમિલીને નાણાકીય મદદ મળી રહેશે.’

entertainment news bollywood bollywood news upcoming movie bhumi pednekar harsh desai