કોવિડમાંથી રિકવર થઈ ગઈ છે અર્પિતા

11 May, 2021 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનની બીજી બહેન અલ્વિરાએ હજી સુધી તે પૉઝિટિવ હોવા વિશે કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું

સલમાનની બહેન અર્પિતા ખાન અને અલ્વિરા અગ્નિહોત્રી

સલમાનની બહેન અર્પિતા ખાન અને અલ્વિરા અગ્નિહોત્રી કોરોના-પૉઝિટિવ થયાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે અર્પિતાએ રિકવર થઈ ગઈ હોવાનું જાહેર કર્યું છે, પરંતુ અલ્વિરાએ હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. કોરોનાના પહેલા ફેઝમાં તેના સ્ટાફ-મેમ્બર્સ પૉઝિટિવ થયા હતા. જોકે બીજા ફેઝમાં તેની બન્ને બહેનો પૉઝિટિવ થઈ હતી. અલ્વિરાએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે ‘એપ્રિલની શરૂઆતમાં હું કોવિડ પૉઝિટિવ થઈ હતી. મને કોઈ લક્ષણ નહોતાં. મેં દરેક પ્રોટોકોલ્સ અને ગાઇડલાઇન્સને ફૉલો કરી હતી. ભગવાનની કૃપાથી હું સંપૂર્ણ રિકવર થઈ ગઈ છું. સુરિક્ષત રહો. સ્ટ્રૉન્ગ રહો અને પૉઝિટિવ રહો.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news Salman Khan arpita khan