✕

અમિતાભ બચ્ચનની તબિયત લથડી, કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ અટકાવી દેવાયું

08 November, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ અત્યારની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ચૅનલને આશા છે કે આવતા અઠવાડિયાથી શૂટિંગ શરૂ થઈ જશે, પણ આ સંપૂર્ણપણે અમિતાભની તબિયત પર નિર્ભર રહેશે.’

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી પોતાની તબિયત વિશે સોશ્યલ મીડિયા પર અપડેટ આપી રહ્યા છે. તેમણે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ડૉક્ટરે તેમને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભે પોતાના બ્લૉગમાં પણ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા વિશે લખ્યું હતું. હવે માહિતી મળી છે કે અમિતાભની તબિયત વધુ લથડી છે જેના કારણે લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 18’નું શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યું છે. આ દરમ્યાન ચૅનલ દિવાળી સ્પેશ્યલ વીક અંતર્ગત થોડા અઠવાડિયાં જૂના એપિસોડનું પુનઃપ્રસારણ કરી રહી છે. આ એપિસોડમાં ફિલ્મી કલાકારો મહેમાન તરીકે પહોંચ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે શોનો છેલ્લો મોટો સેલિબ્રિટી એપિસોડ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે શૂટ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય કલાકારો પોતાની ફિલ્મ ‘રામાયણ’ના પ્રમોશન માટે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર પહોંચ્યાં હતાં. હકીકતમાં ‘રામાયણ’ની સ્ટારકાસ્ટ સાથેનો આ એપિસોડ ફિલ્મની રિલીઝની આસપાસ ટેલિકાસ્ટ કરવાની યોજના હતી, પણ અમિતાભની તબિયતને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ પોતાનો આખો પ્લાન બદલવો પડ્યો છે જેના કારણે ફિલ્મની રિલીઝ સુધી આ એપિસોડને રોકી રાખવાને બદલે ચૅનલે ગયા અઠવાડિયે શરૂ થયેલા દિવાળી સ્પેશ્યલ વીકની શરૂઆત જ આ એપિસોડથી કરી દીધી હતી.

આ શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ અત્યારની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ચૅનલને આશા છે કે આવતા અઠવાડિયાથી શૂટિંગ શરૂ થઈ જશે, પણ આ સંપૂર્ણપણે અમિતાભની તબિયત પર નિર્ભર રહેશે.’

પર્સનાલિટી રાઇ્ટસ મામલે અમિતાભ બચ્ચનની તરફેણમાં દિલ્હી હાઈ કોર્ટે આપ્યો ફાઇનલ આદેશ

દિલ્હી હાઈ કોર્ટે અભિનેતા અમિતાભ બચ્ચનના પર્સનાલિટી રાઇટ્સની જાળવણીના મામલામાં અંતિમ ચુકાદો આપ્યો છે. કોર્ટે અનેક સંસ્થાઓ અને અજાણી વ્યક્તિઓને અમિતાભની પરવાનગી વિના વ્યાવસાયિક હેતુઓ માટે તેમનાં નામ, તસવીર, અવાજ કે તેમના જેવી ઓળખનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ મામલામાં ૨૦૨૨માં કોર્ટે એકતરફી વચગાળાનો પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારથી ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો હવે અંત આવ્યો છે.

amitabh bachchan kaun banega crorepati social media ramayan sai pallavi ranbir kapoor ravi dubey diwali festivals sony entertainment television entertainment news bollywood news bollywood gossips bollywood