27 November, 2026 12:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહને મળી રામાયણ ટીમ
‘રામાયણ’ની ટીમે દિલ્હીમાં ગઈ કાલે ભારતના ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગૃહપ્રધાને ફિલ્મની સિનેમૅટિક સિદ્ધિની પ્રશંસા કરી હતી અને સાથે રામાયણ વિશેની પોતાની ઊંડી જાણકારીથી ફિલ્મમેકરોને પ્રભાવિત કર્યા હતા. આ મુલાકાત દરમ્યાન અમિત શાહે ભારતીય સિનેમા અને ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ અપાવવા બદલ ટીમની પ્રશંસા કરી હતી તેમ જ આખી દુનિયામાં ફિલ્મને મળી રહેલી શાનદાર સફળતા બદલ ફિલ્મમેકરોને અભિનંદન પણ આપ્યાં હતાં.
આ મુલાકાત વખતે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા, ડિરેક્ટર નિતેશ તિવારી, મુખ્ય કલાકારો રણબીર કપૂર અને સાઈ પલ્લવી ઉપસ્થિત રહ્યાં હતાં. આ મુલાકાત પછી ‘રામાયણ’ના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એની તસવીરો શૅર કરીને લખવામાં આવ્યું હતું કે ‘ફિલ્મને દેશભરમાં અને વિશ્વભરનાં થિયેટરોમાં અપાર પ્રેમ મળી રહ્યો છે ત્યારે ‘રામાયણ’ની ટીમને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવાની તક મળવી એ સન્માનની વાત છે.’