27 May, 2025 07:01 AM IST | France | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનું કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ડેબ્યુ શાનદાર રહ્યું હતું. આલિયા આ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં સાડીથી પ્રેરિત હોય એવી ગુચી બ્રૅન્ડના પહેલવહેલા આઉટફિટમાં જોવા મળી જે સ્વરોવ્સ્કી ક્રિસ્ટલથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું. આલિયા આ આઉટફિટમાં બહુ ખૂબસૂરત લાગતી હતી અને તેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
આલિયાની ગેરહાજરીમાં રણબીર પ્રેમાળ પપ્પા
આલિયા ભટ્ટ ૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગઈ ત્યારે પતિ રણબીર કપૂર ઘરે રહીને પ્રેમાળ પપ્પાની જવાબદારી નિભાવી હતી. રવિવારે સાંજે રણબીર તેની બે વર્ષની પુત્રી રાહા સાથે બાંદરામાં આવેલા માઉન્ટ મૅરી ચર્ચની મુલાકાત લેતા જોવા મળ્યો. આ સમયે બેબી રાહા પિન્ક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.