ઉદ્ધવ ઠાકરેને આદિત્ય ચોપડાએ કરી સ્પેશ્યલ રિક્વેસ્ટ

05 May, 2021 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સ માટે ૬૦,૦૦૦ વૅક્સિન ખરીદવાની ઇચ્છા કરી વ્યક્ત: કર્મચારીના ટ્રાન્સપોર્ટથી લઈને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તમામ ખર્ચ પણ ઉઠાવશે

ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ચોપડા

આદિત્ય ચોપડાએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને સ્પેશ્યલ રિક્વેસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૬૦,૦૦૦ વર્કર્સ માટે વૅક્સિનનો ખર્ચ ઉઠાવશે. આ માટે તેમણે વૅક્સિન ખરીદવા માટે ઉદ્ધવ ઠાકરે પાસે પરવાનગી માગી છે. આ વૅક્સિનમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના ૩૦,૦૦૦ રજિસ્ટર્ડ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આદિત્ય ચોપડા તેના હોમ પ્રોડક્શન યશરાજ ફિલ્મ્સના ધ યશ ચોપડા ફાઇન્ડેશન દ્વારા આ મદદ કરશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી પાટા પર લાવવા તેમણે આ પગલું લેવાનું નક્કી કર્યું છે. કોરોનાની બીજી વેવમાં વૅક્સિન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી હોવાથી તે જેમ બને એમ બૉલીવુડના કર્મચારીઓ માટે એની વ્યવસ્થા કરવા માગે છે. જો તેમને આ વૅક્સિન ખરીદવાની પરવાનગી મળી તો તેઓ તમામ કર્મચારીને વૅક્સિન મુકાવવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેનો ખર્ચ પણ ઉઠાવશે. તેમણે આ માટે ઉદ્ધવ ઠાકરેની સાથે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝને પણ લેટર લખ્યો છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news uddhav thackeray aditya chopra yash raj films