આજના દિવસે યુવરાજસિંહ રચ્યો હતો ઇતિહાસ, 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા

19 September, 2019 02:54 PM IST  |  Mumbai

આજના દિવસે યુવરાજસિંહ રચ્યો હતો ઇતિહાસ, 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા

Mumbai : ક્રિકેટની દુનિયામાં આજનો દિવસ એટલે કે 19 સપ્ટેમ્બર 2007 એક ગોલ્ડન દિવસ તરીકે અંકાઇ ગયો છે. આજ દિવસે ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર પુર્વ ક્રિકેટર યુવરાજસિંહએ એક જ ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. આ ઇતિહાસ ક્રિકેટ જગતમાં પહેલીવાર રમાનાર ટી20 વર્લ્ડ કપ 2007માં બન્યો હતો. યુવરાજસિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા ફટકારીને તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. આ રેકોર્ડ હજુ સુધી એકબંધ છે.

દ.આફ્રિકામાં રમાયેલ પહેલો ટી20 વર્લ્ડ કપ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ જીત્યો હતો
વર્ષ 2007 માં સાઉથ આફ્રિકા રમાયેલ પહેલો ટી20 વર્લ્ડ કપ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ એટલા માટે છે કારણ કે ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ આ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો અને યુવરાજે 6 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2007માં લીગ મેચમાં આ 21મી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાએ 18 રને જીતી હતી.


શું હતી આ ઘટના...?
ટી20 વર્લ્ડ કપ 2007માં 21મી લીગ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ 18 રને મેચ જીતી લીઘી હતી. પરંતુ મેચમાં 18મી ઓવરમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 173 રન હતો. ત્યારે યુવરાજ સિંહ અને સુકાની ધોની મેદાન પર હતા. આ 18મી ઓવરમાં યુવરાજની ઇંગ્લેન્ડના એંડ્યુ ફ્લિંટોફ, સ્ટુઅર્ટ બ્રોડ અને પૉલ કોલિંગવુડ વચ્ચે મતભેદ થયો હતો. જેમાં ગુસ્સે થયેલ યુવરાજ સિંહને ધોનીએ ત્યારે શાંત પાડ્યો હતો. પરંતુ યુવરાજ સિંહ ચુપ રહેનારામાનો ખેલાડી નથી. ત્યાર બાદ 19મી ઓવર નાખવા માટે ખુદ સ્યુઅર્ટ બ્રોડ આવ્યો હતો. આ 19મી ઓવર હવે તમામ ક્રિકેટ ચાહકોના મનમાં યાદગાર બની ગઇ છે. તેણે પોતાનો તમામ ગુસ્સો સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં કાઢ્યો હતો અને 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. આમ તેણે ગુસ્સામાં શબ્દરૂપી જવાબ પોતાના બેટ દ્વારા આપીને તમામને ચોકાવી દીધા હતા.


19મી ઓવરનો પહેલો બોલ
મેચની 19મી ઓવર સ્ટુઅર્ટ બ્રોડે નાખી હતી. આ ઓવરના પહેલા બોલે યુવરાજે બાઈ બૈકલિફ્ટ સાથે લોન્ગ ઓન પર પહેલો છગ્ગો ફટકાર્યો હતો.

આ પણ જુઓ : યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

19મી ઓવરનો બીજો બોલ
આ ઓવરના બીજા બોલે યુવરાજે મિડ વિકેટ અને સ્વેરલેગની વચ્ચેથી દર્શકો બેઠા હતા ત્યા છગ્ગો ફટકારીને તમામ દર્શકો ઝુમી ઉઠ્યા હતા.



19મી ઓવરનો ત્રીજો બોલ
યુવરાજ સિંહ હજુ થમ્યો ન હતો. તેણે ત્રીજા બોલમાં લોંગ ઓફમાં છગ્ગો ફટકારી છગ્ગાની હેટ્રિક કરી હતી.


19મી ઓવરનો ચોથો બોલ
આ ઓવરના ચોથા બોલમાં પોઇન્ટ સાઇડથી છગ્ગો ફટકારીને મેદાનનો માહોલ અને ટીવી પર મેચ જોનારા લોકોનો માહોલ બદલી નાખ્યો હતો.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

19મી ઓવરનો પાંચમો બોલ
આ ઓવરના પાંચમા બોલમાં સ્ટુઅર્ટ બ્રોડે બોલીંગ છોડ બદલ્યો અને ફુલટોસ નાખ્યો હતો. જેમાં યુવરાજે લોંગ ઓન પર ફરી એક છગ્ગો ફટકારતા તમામ દર્શકો ઝુમી ઉઠ્યા હતા.


19મી ઓવરનો અંતિમ બોલ
હવે ઇતિહાસ રચવા જઇ રહ્યો હતો. 19મી ઓવરનો અંતિમ બોલ હતો. જેમાં પહેલીવાર ટી20 ક્રિકેટમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારવા જઇ રહ્યો હતો. ઓવરના અંતિમ બોલમાં યુવરાજે બોલને હવામાં ઉછાળ્યો અને તમામના શ્વાસ અટકાઇ ગયા હતા અને બોલ પર જ નજર હતી કે તે બોલ મેદાન બહાર જાય. અંતે આ બોલ ઓન સાઇડમાં મેદાન બહાર ગયો અને 6 રન મળ્યા. આ સાથે જ વિશ્વના તમામ ક્રિકેટ ચાહકો ઝુમી ઉઠ્યા હતા. અહીં એક ઇતિહાસ રચાયો હતો. ટી20 ક્રિકેટમાં પહેલીવાર 6 બોલમાં 6 છગ્ગા યુવરાજના નામે લાગ્યા. આવો જ રેકોર્ડ વન-ડે ક્રિકેટમાં હર્સેલ ગિબ્સના નામે છે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

આમ યુવરાસિંહ આ મેચમાં 12 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. જે ટી20 ક્રિકેટ જ નહીં પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી ઝડપી અડધી સદી હતી. આ મેચમાં યુવરાજે 16 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 58* રન કર્યા હતા.

cricket news yuvraj singh ms dhoni team india england