20 October, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રીજી સીઝનમાં વેસ્ટ ઇન્ડીઝ બન્યું ચૅમ્પિયન
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ૩ ઑક્ટોબરથી શરૂ થયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની ત્રીજી સીઝનમાં વેસ્ટ ઇન્ડીઝ ચૅમ્પિયન્સ ટીમ વિજેતા બની છે. પહેલી સીઝનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ અને બીજી સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સની ટીમ ટ્રોફી જીતી હતી.
રવિવારે મોડી રાતે રમાયેલી ફાઇનલ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૯ વિકેટે ઇંગ્લૅન્ડ સામે જીત નોંધાવી હતી. રવિ બોપારાની આગેવાની હેઠળની ઇંગ્લૅન્ડ ટીમે મોઈન અલીના ૩૯ બૉલમાં ૬૦ રનની મદદથી ૧૫૯-૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં કૅરિબિયન ટીમે લેન્ડલ સિમૉન્સના ૫૩ બૉલમાં અણનમ ૭૭ રન અને ચૅડવિક વૉલ્ટને ૩૫ બૉલમાં નૉટઆઉટ ૫૮ રનની મદદથી ૧૭ ઓવરમાં ૧૬૫-૧નો સ્કોર કરીને ૧૬૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝની આ ટીમમાં કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ ગેઇલ અને ડ્વેન બ્રાવો જેવા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા હતા જેમણે વેસ્ટ ઇન્ડીઝ માટે બે T20 વર્લ્ડ કપ પણ જીત્યા છે. યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે આ સીઝનમાં પાંચ મૅચમાં માત્ર એક મૅચ જીતીને પૉઇન્ટ-ટેબલમાં ૬ ટીમો વચ્ચે પાંચમું સ્થાન મેળવ્યું હતું.