પુત્રી વામિકાના ફોટોને લીધે વિરાટ થયો નારાજ

25 January, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી દીકરીના ફોટો ગઈ કાલે સ્ટેડિયમમાં પાડી લેવામાં આવ્યા છે અને એને સોશ્યલ મીડિયામાં મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી રહ્યા છે. અમે બધાને જણાવવા માગીએ છીએ કે અમે ઊંઘતાં ઝડપાઈ ગયાં છીએ.’

પુત્રી વામિકાના ફોટોને લીધે વિરાટ થયો નારાજ

સાઉથ આફ્રિકા સામેની રવિવારે રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડે દરમ્યાન ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ હાફ-સેન્ચુરી પૂરી કર્યા બાદ સ્ટૅન્ડમાં હાજર પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સામે જોઈને ક્રિસ ગેઇલની સ્ટાઇલમાં સેલિબ્રેટ કરી હતી. વિરાટનું આ સેલિબ્રેશન અને પુત્રીનો ચહેરો પહેલી વાર કૅમેરા સામે આવ્યો હોવાથી એ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો હતો.  અત્યાર સુધી પુત્રીના ચહેરાને મીડિયાથી દૂર રાખનાર વિરાટ આને લીધે ખૂબ નારાજ થયો હતો અને તેના ઇન્ટાગ્રામ-અકાઉન્ટ પર એક મેસેજ લખીને તેની આ નારાજગી વ્યક્ત કરી હતી. કોહલીએ લખ્યું હતું કે ‘મેં અને મારી પત્નીને લાગી રહ્યું છે કે મારી દીકરીના ફોટો ગઈ કાલે સ્ટેડિયમમાં પાડી લેવામાં આવ્યા છે અને એને સોશ્યલ મીડિયામાં મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી રહ્યા છે. અમે બધાને જણાવવા માગીએ છીએ કે અમે ઊંઘતાં ઝડપાઈ ગયાં છીએ.’

વિરાટ ફરી વિવાદમાં

વિરાટ કોહલી હંમેશાં કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં કે વિવાદમાં રહેતો હોય છે. આ વખતે નૅશનલ એન્થમ વખતે તે ચ્યુઇંગ ગમ ચાવતો હોવાના વાઇરલ થયેલા વિડિયોને લીધે વિવાદ થયો છે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો ભારે વાઇરલ થયો છે. ચર્ચા પ્રમાણે રવિવારે સાઉથ આફિકા સામેની ત્રીજી વન-ડે પહેલાંનો છે, જેમાં આખી ટીમ રાષ્ટ્રગાન વખતે સાવધાન મુદ્રામાં ઊભી છે, જ્યારે વિરાટ આરામથી ચ્યુઇંગ ગમ ચાવતો જોવા મળી રહ્યો છે. 

cricket news sports news sports virat kohli anushka sharma virat anushka