હવે તો રોહિત સાથે ઓપનિંગમાં રાહુલ જ હોય, હું વનડાઉન આવીશ : કૅપ્ટન કોહલી

19 October, 2021 03:57 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

કોહલીએ ગઈ કાલે દુબઈમાં ઇંગ્લૅન્ડ સામેની વૉર્મ-અપ મૅચમાં ટૉસ વખતે મુલાકાતમાં કહ્યું હતું

કે. એલ. રાહુલ

ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાન સામેના હાઈ વૉલ્ટેજ મુકાબલા પહેલાં જ કૅપ્ટન વિરાટ કોહલીએ ઓપનિંગમાં કોણ રમશે એ વિશેની અટકળોને શાંત પાડતું નિવેદન ગઈ કાલે આપ્યું હતું. કિંગ કોહલીએ કહ્યું કે

‘હું ઓપનિંગને બદલે વનડાઉન જ રમીશ. આઇપીએલ પહેલાં સ્થિતિ અલગ હતી અને હવે અલગ છે. ટૉપ-ઑર્ડરમાં કે. એલ. રાહુલ સિવાય બીજા કોઈ વિશે વિચારી પણ ન શકાય. રોહિત વિશે પણ કોઈ ચર્ચાની જરૂર નથી. તે વર્લ્ડ-ક્લાસ ઓપનર અને ટીમને મજબૂત પાયો નાખી આપે એવો બૅટર છે. હું ત્રીજા નંબરે બૅટિંગ કરીશ. બસ, અત્યારે હું મારી લાઇન-અપ વિશે આટલું જ કહી શકું. પ્રૅક્ટિસ મૅચોમાં અમે બનેએટલા ખેલાડીઓને અજમાવવા માગીએ છીએ,’ એમ કોહલીએ ગઈ કાલે દુબઈમાં ઇંગ્લૅન્ડ સામેની વૉર્મ-અપ મૅચમાં ટૉસ વખતે મુલાકાતમાં કહ્યું હતું.

આ વખતની આઇપીએલમાં રાહુલ ૬૨૬ રન સાથે ત્રીજા નંબરે હતો. ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૩૦ સિક્સર તેના નામે હતી.

3

મોહમ્મદ શમીઅે ગઈ કાલે દુબઈમાં ઇંગ્લૅન્ડ સામેની વૉર્મ-અપ મૅચમાં આટલી વિકેટ પોતાની ચાર ઓવરમાં લઈને તરખાટ મચાવી દીધો હતો. ઇંગ્લૅન્ડે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા.

sports sports news cricket news world t20 t20 world cup india virat kohli kl rahul